Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, પાકિસ્તાને ભારતને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો

ટી20 વર્લ્ડકપમાં (t20 World Cup 2022) આજે ભારત પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમાવાની છે. વર્લ્ડકપમાં ભારત (India) અને પાકિસ્તાનની (Pakistan) મેચ હંમેશાથી રોમાંચક રહી છે. ભારતીય ટીમનો પ્રયાસ રહેશે કે આ મેચ જીતીને ગત વર્લ્ડકપમાં પાકિસ્તાને આપેલી હારનો બદલો લેવાય. આજની મેચ ભારતીય ચાહકો માટે ખાસ હશે કારણ કે, આ માત્ર જીત નહી હોય ક્રિકેટ ચાહકો માટે દિવાળી ભેટ હશે.ભારતે ટૉસ જી
ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો  પાકિસ્તાને ભારતને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો
ટી20 વર્લ્ડકપમાં (t20 World Cup 2022) આજે ભારત પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમાવાની છે. વર્લ્ડકપમાં ભારત (India) અને પાકિસ્તાનની (Pakistan) મેચ હંમેશાથી રોમાંચક રહી છે. ભારતીય ટીમનો પ્રયાસ રહેશે કે આ મેચ જીતીને ગત વર્લ્ડકપમાં પાકિસ્તાને આપેલી હારનો બદલો લેવાય. આજની મેચ ભારતીય ચાહકો માટે ખાસ હશે કારણ કે, આ માત્ર જીત નહી હોય ક્રિકેટ ચાહકો માટે દિવાળી ભેટ હશે.
ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે
  • મેલબર્ન  ખાતે રમાઈ રહેલી ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે ટૉસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો પડ્યો છે. બીજી ઓવરના પહેલા બોલમાં અર્શદીપસિંહે બાબર આઝમને આઉટ કર્યો છે. બાબર પોતાનું ખાતુ ખોલ્યા વિના જ આઉટ થતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.
  • પાકિસ્તાનના કપ્તાન બાબર આઝમ ઝીરો રને આઉટ થયા બાદ અર્શદીપસિંહે મોબમ્મદ રિઝવાનને પણ આઉટ કર્યો છે. રિઝવાને 12 બોલમાં માત્ર 4 રન કરી શક્યો છે. પાકિસ્તાન પર ભારતીય ટીમે શરૂઆતથી જ દબાવ બનાવી દીધો છે. પાકિસ્તાનની ધીમી બેટિંગ છે અને 7 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 41/2 થયો છે.
  • પાકિસ્તાનના ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યાં બાદ મસૂદ શાહ અને ઈફ્તિખર અહેમદ મેદાનમાં છે. 10 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 60/2 થયો છે.
  • પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી ઈફ્તિખર અહેમદ 51 રન બનાવી આઉટ થયો. શમીને મળી સફળતા, 13 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 96/3.
  • ભારતીય બોલરો સામે પાકિસ્તાનના બેટ્સમેન ઘુંટણીએ થઈ ગયા છે. 14 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 98/5, શાદાબ ખાન પાંચ રન અને હૈદર અલી 2 રન બનાવીને આઉટ.
  • મહમ્મદ નવાઝ 9 રન બનાવી થયો આઉટ, 16 ઓવરના અંતે ભારતનો સ્કોર 116/6.
  • 18 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 135/7 થયો.
  • પાકિસ્તાનની આઠમી વિકેટ પડી, શાહીન આફ્રિદી 16 રન બનાવી થયો આઉટ
  • પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 159 રન બનાવતા ભારતને જીત માટે 160 રનનો ટાર્ગેટ મળ્યો છે.
Advertisement

મેલબર્નમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ મેલબર્નના સ્ટેડિયમમાં પહોંચી રહ્યાં છે.
ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

 
ભારતના પ્લેઈંગ ઈલેવન

ખેલાડીઓ પાસે આશા
ભારતીય ટીમમાં રોહિત શર્મા (Rohit Sharma), કે.એલ.રાહુલ (K.L.Rahul), વિરાટ કોહલી (Virat Kohli) અને સૂર્યા જેવા ધુરંધર બેટ્સમેનો પાસેથી સારા સ્કોરની આશા છે તેમજ મોહમ્મદ શમી પર પણ નજર હશે. જ્યારે હર્ષલ પટેલને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. જ્યારે હાર્દિક અને અક્ષર પાસે પણ સારા પરફોર્મન્સની આશા છે.
બંન્ને ટીમનું પ્રદર્શન
ભારત અને પાકિસ્તાન વચ્ચે 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે આઠ અને પાકિસ્તાને ત્રણમાં જીત મેળવી છે. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે છમાંથી પાંચ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તેણે અહીં રમાયેલી 12માંથી સાત મેચ જીતી છે, જ્યારે ચારમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ આવી શક્યું નથી.
વરસાદની શક્યતા
મેલબર્નમાં (Melbourne) સતત ત્રણ દિવસ વરસાદ બાદ શનિવારે વરસાદ પડ્યો નહોતો પણ આજે મેચના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જો વરસાદ વિઘ્ન ના બને તો આજની મેચ રમાશે. બે દિવસ પહેલા મેલબર્નમાં વરસાદની શક્યાતાઓ 80% હતી જે હવે ઘટીને 20% થઈ ગઈ છે.
મેલબર્નમાં ભારતીય ક્રિકેટ રસીકોમાં ઉત્સાહ...
Advertisement

Tags :
Advertisement

.