ચીન (China)ના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ (Asian Games)નો આજે 8મો દિવસ છે. આજે એશિયન ગેમ્સના આઠમા દિવસે ભારતે (India) કુલ 51 મેડલ જીતી લીધા છે. ભારતે અત્યાર સુધી 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સીમા પુનિયાએ...
ચીન (China)ના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ (Asian Games)નો આજે 8મો દિવસ છે. આજે એશિયન ગેમ્સના આઠમા દિવસે ભારતે (India) કુલ 51 મેડલ જીતી લીધા છે. ભારતે અત્યાર સુધી 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
સીમા પુનિયાએ બ્રોન્ઝ જીત્યો
સીમા પુનિયાએ ભારત માટે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતનો આ 51મો મેડલ છે. તેણે આ મેડલ જીતવા માટે 58.62નો થ્રો કર્યો છે. ભારત પાસે હવે કુલ 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ છે. નંદની અગાસરાએ 800 મીટર હેપ્ટાથલોનમાં બ્રાન્ડ મેડલ જીત્યો છે. જેના થકી એશિયન ગેમ્સમાં ભારતે તેનો 50મો મેડલ જીત્યો છે.
ભારતે લોગ જમ્પમાં સિલ્વર જીત્યો
આ પહેલા ભારતના મુરલી શ્રી શંકરે લોગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 8.19 મીટરના જમ્પ સાથે આ સિદ્ધિ મેળવી હતી. ઉપરાંત ભારતે પુરુષોની 1500 મીટર દોડમાં બે મેડલ જીત્યા હતા. આ ઈવેન્ટમાં ભારતના અજય કુમારે સિલ્વર મેડલ અને જોન્સન જોન્સને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
તેજિન્દર પાલ સિંહ તૂરે ભારત માટે શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો
બીજી તરફ ભારતની સ્ટાર એથલીટ હરમિલન બેન્સે એશિયન ગેમ્સની 1500 મીટર મહિલા રેસ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તથા ભારતીય એથ્લેટ તેજિન્દર પાલ સિંહ તૂરે ભારત માટે શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ હતો. તેજિન્દર પાલ સિંહ તૂરે 20.36 મીટરના થ્રો સાથે આ મેડલ જીત્યો છે.
એથ્લેટિક્સમાં ભારતને ગોલ્ડ મળ્યો
એથ્લેટિક્સમાં ભારતે વધુ એક ગોલ્ડ જીત્યો છે. ભારતના સ્ટાર એથ્લેટ અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલચેઝ ઈવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત ભારતે 50 કિગ્રા બોક્સિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત તરફથી નિખત ઝરીને આ મેડલ જીત્યો હતો. તેને સેમિફાઈનલ મેચમાં થાઈલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
શૂટિંગમાં 22મો મેડલ મેળવ્યો
ભારતની કિનાન ચિનાઈએ ટ્રેપ સિંગલ્સ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. શૂટિંગમાં આ ગેમ્સનો આ 22મો મેડલ છે. એશિયન ગેમ્સ 2023ના 8મા દિવસની શરૂઆતમાં ભારતને ત્રણ મેડલ મળ્યા હતા. આમાં સૌથી ખાસ હતો પુરુષોની શૂટિંગની ટ્રેપ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ. અગાઉ મહિલા ટ્રેપ ટીમે સિલ્વર જીત્યો હતો. અદિતિ અશોકે ગોલ્ફમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો.
ગોલ્ફમાં ભારતને સિલ્વર મળ્યો
ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોકે ભારત માટે વધુ એક મેડલ જીત્યો હતો. તેણે મહિલા ગોલ્ફ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત માટે એશિયાડના ઈતિહાસમાં મહિલા ગોલ્ફર માટે આ પહેલો મેડલ છે.