Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાર્દિક પંડ્યા રિક્ષામાં બેસીને T20 ટ્રોફી લેવા પહોંચ્યો, વેલિંગ્ટનમાં શું થયું જુઓ video

India vs New Zealand વચ્ચે T20 સીરિઝ(Series)ની ટક્કર શુક્રવારથી વેલિંગ્ટનમાં થવા જઈ રહી છે. આ સીરિઝ પહેલા બંન્ને દેશના કેપ્ટનોએ ટ્રોફીની સાથે ફોટોશૂટ કરાવ્યું છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya)અને કેન વિલિયમસન (Kane Williamson) T20 ટ્રોફીની સાથે ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા. ટ્રોફી ફોટોશૂટ પહેલા પંડ્યા અને વિલિયમસન જે અંદાજમાં ટ્રોફી સુધી પહોંચ્યા તે ખુબ જ દિલચસ્પ વાત હતી. પંડ્યા અને વિલિયમસન બંન્ને રિક્ષામાં બેસી
હાર્દિક પંડ્યા રિક્ષામાં બેસીને t20 ટ્રોફી લેવા પહોંચ્યો  વેલિંગ્ટનમાં શું થયું જુઓ video
Advertisement
India vs New Zealand વચ્ચે T20 સીરિઝ(Series)ની ટક્કર શુક્રવારથી વેલિંગ્ટનમાં થવા જઈ રહી છે. આ સીરિઝ પહેલા બંન્ને દેશના કેપ્ટનોએ ટ્રોફીની સાથે ફોટોશૂટ કરાવ્યું છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya)અને કેન વિલિયમસન (Kane Williamson) T20 ટ્રોફીની સાથે ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા. 
ટ્રોફી ફોટોશૂટ પહેલા પંડ્યા અને વિલિયમસન જે અંદાજમાં ટ્રોફી સુધી પહોંચ્યા તે ખુબ જ દિલચસ્પ વાત હતી. પંડ્યા અને વિલિયમસન બંન્ને રિક્ષામાં બેસી ટ્રોફી સુધી પહોંચ્યા હતા. 
પંડ્યા અને વિલિયમસન જે રિક્ષામાં સફર કરી તેને વેલિગ્ટનમાં ક્રોક્રોડાઈલ બાઈકના નામથી જાણીતી છે. આ બાઈકનો ઉપયોગ મિત્રો અને પરિવારની સાથે મળીને ઓરિએન્ટલ બેથી કુમુતુતો વોટરફ્રન્ટ સુધી ચાલવામાં આવે છે. 
તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં હાર મળ્યા બાદ કેપ્ટન રોહિત શર્માને ન્યુઝીલેન્ડના પ્રવાસ પરથી આરામ આપવામાં આવ્યો છે. તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે. પંડ્યાને આયરલેન્ડમાં પણ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી.

ન્યુઝીલેન્ડ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ : 
હાર્દિક પંડ્યા (કેપ્ટન) ઋષભ પંત, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાઝ, ભુવનેશ્વર કુમાર, ઈશાન-કિશન, દિપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, વૉશિગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને ઉમરાન મલિક 
કેવી રહેશે હવામાન, વરસાદ પડશે કે નહીં ? 
હવામાન રિપોર્ટનું માનીએ તો, 18 નવેમ્બરે વેલિંગટનમાં છત્રી લઇને નીકળવી પડી શકે છે, મતલબ કે અહીં વરસાદની પુરેપુરી સંભાવના છે. શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ 22 ટાક વરસાદની અહીં સંભાવના છે, અને આ રાત્રે 10 વાગ્યા સુધી આ સંભાવના વધીને 76 ટકા થઇ જશે. 12 વાગ્યા બાદ વરસાદની વધુ સંભાવના છે. વળી, 10-15 કિલોમીટરની સ્પીડથી પવન પણ ફૂંકાશે, અને તાપમાન લગભગ 20 ડિગ્રી રહેશે. 
ક્યારે રમાશે વન ડે અને ટી20 સિરીઝઃ 
ભારત અને ન્યૂઝિલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×