Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ind vs SA 1st ODI: અર્શદીપ અને આવેશ ખાનનો કહેર, SA ની ટીમ માત્ર આટલા રનમાં જ ઢેર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયાના સુકાની તરીકે...
ind vs sa 1st odi  અર્શદીપ અને આવેશ ખાનનો કહેર  sa ની ટીમ માત્ર આટલા રનમાં જ ઢેર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયાના સુકાની તરીકે કે.એલ. રાહુલને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રથમ વનડે મેચમાં ભારતીય ઝડપી બોલરોએ કહેર વર્તાવ્યો છે.

Advertisement

અર્શદીપ અને આવેશનો કહેર

પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. માત્ર 20 ઓવરમાં જ ટીમના 8 બેટ્સમેન પેવેલિયન ભેગા થયા ગયા હતા. ટીમ ઇન્ડિયાના બોલરોએ ઘાતક બોલિંગ કરી સાઉથ આફ્રિકાની બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. અર્શદીપ સિંહ અને આવેશ ખાનની બોલિંગ સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેન ઢેર થયા. સાઉથ આફ્રિકાની ટીમ 116 રન બનાવીને ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી અર્શદીપ સિંહે 10 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ જ્યારે આવેશ ખાને પણ 8 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધા છે. જ્યારે કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી છે. ભારતીય ટીમને મેચ જીતવા માટે 117 રનનો ટાર્ગેટ મળ્યો છે.

Advertisement

સાઉથ આફ્રિકાની બેટિંગ

Advertisement

મેચમાં સાઉથ આફ્રિકા માટે ઓપનિંગ બેટ્સમેન રીઝા હેન્ડ્રીક્સ (0), ટોની ડે જોર્જી (28), રાસી વૈન ડેર ડુસેન (0), કેપ્ટન એઇડન માર્કરામ (12), હેનરિક ક્લાસેન (6), ડેવિડ મિલર (2), વિયાન મૂલ્ડર (0), કેશવ મહારાજ (4), અન્ડિલે ફેહલુકવાયો (33), નંદ્રે બર્ગર (7) અને તબરેઝ શમ્સીએ (11*) રન બનાવ્યા છે. જણાવી દઈએ કે, છેલ્લી વખત જ્યારે દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ત્રણ મેચની વનડે શ્રેણીની યજમાની કરી હતી, તે બધી મેચ એકતરફી રહી હતી. દક્ષિણ આફ્રિકાએ 2013-14માં 2-0થી અને 2021-22માં 3-0થી જીત મેળવી હતી. દરમિયાન, ભારતે 2017-18માં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો અને સીરિઝમાં 5-1થી જીત મેળવી હતી.

આ પણ વાંચો - HISTORIC WIN : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, ઇંગ્લૈંડને આપ્યો 347 રનથી કારમો પરાજય

Tags :
Advertisement

.