ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, નડાબેટના રણમાં પાણી જ પાણી
અરબસાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું છે. જેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ નડાબેટ બોર્ડર પર પહોંચી છે.
મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાની આસરના કરને હજુ પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઇન્ડો પાકિસ્તાન બોર્ડર નહીક આવેલા રણમાં પણ અત્યંત પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નડાબેટ રણ દરિયો બન્યું હોય તેવું જોવા મળે છે. આ સિવાય નડાબેટ ટૂરિઝમ પર સોલાર પેનલો સહિત શેડ ધરાશાયી થયા હતા.
નડાબેટ નજીકનું રણ દરિયો બન્યું હતું. મોડી રાત્રે થયેલા વરસાદી પાણી રણમાં ભરાતા રણ દરિયો બન્યું હતું. વહેલી સાવરથી આ વિસ્તારમાં ભારે પવન ફંકાઈ રહ્યો છે, તેમજ સાથે સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદ શહેરમાં, આગ લાગવા સહિતના અનેક બનાવો બન્યા