Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી વાવાઝોડાની સ્થિતિનું હવાઈ નિરિક્ષણ કરશે

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. રાજ્યના દરિયા કાંઠેના વિસ્તારોમાં વાવાઝોડાનો તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. જે સમગ્ર વાવાઝોડાની સ્થિતિ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી...
કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી વાવાઝોડાની સ્થિતિનું હવાઈ નિરિક્ષણ કરશે

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. રાજ્યના દરિયા કાંઠેના વિસ્તારોમાં વાવાઝોડાનો તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. જે સમગ્ર વાવાઝોડાની સ્થિતિ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી શકે છે અને તેઓ મુખ્યમંત્રી સાથે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લઈ શકે છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે. અત્રે તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વાવાઝોડાની પરિસ્થિતને જાણકારી મેળવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 4 દિવસ સુધી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, તેમજ 25થી 35 કિમીની ઝડપ પવન ફૂંકાશે.

નોંધનીય છેકે કચ્છના ભુજ, માંડવી, લખપત, નલિયા, દ્વારકાના ઓખા, પાટણના રાધનપુર, બનાસકાંઠાના દિયોદર અને વાવ તાલુકામાં અને મોરબીમાં બિપોરજોયની વધુ અસર જોવા મળી છે. વાવાઝોડાના કારણે આ તાલુકામાં અસંખ્યા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ ગયા છે.

Advertisement

હવે વાવાઝોડા બાદ દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે ગઈકાલે ખુલ્યા છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેમણે ભગવાનના દર્શન કર્યા હતા. વાવાઝાડીની સ્થિતિ બાદ હર્ષ સંઘવીએ દ્વારકાધીશના આશીર્વાદ લીધા હતા.દ્વારકા પરનું મોટુ સંકટ હટી જતા ગૃહમંત્રી હર્ષ સંઘવી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા : તમામ ટ્રકો પર GPS લગાવાયા, મુસ્લિમ યુવકે  મફતમાં DJ આપ્યું

Advertisement

Tags :
Advertisement

.