Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rupala Controversy : રાજ્યભરમાં વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું

Rupala Controversy : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં ભાજપના ઉમેદવારો (BJP candidates) નો વિરોધ સતત વધ્યો છે. ખાસ કરીને રાજકોટ બેઠક (Rajkot Seat) પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના...
rupala controversy   રાજ્યભરમાં વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું

Rupala Controversy : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં ભાજપના ઉમેદવારો (BJP candidates) નો વિરોધ સતત વધ્યો છે. ખાસ કરીને રાજકોટ બેઠક (Rajkot Seat) પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના ક્ષત્રિય સમાજ (Kshatriya Community) પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ગુજરાત ભાજપ (Gujarat BJP) ની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઇ છે. આ મુદ્દે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (BJP state president CR Patil) ક્ષત્રિય સમાજને મોટુ મન રાખીને રૂપાલાને માફ કરવાની અપીલ કરી હતી. તેમ છતા રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ (Kshatriya Community) નો રોષ સતત વધ્યો છે. વિરોધના વંટોળ વચ્ચે પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું છે સમાચાર આવો જાણીએ...

Advertisement

આવતી કાલે રૂપાલાની દિલ્હી દરબારમાં મહત્વની બેઠકની સંભાવના

કેન્દ્રિય મંત્રી અને તાજેતરમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા રાજ્યમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા વધી રહેલા વિરોધ વચ્ચે દિલ્હી જશે તેવું સામે આવી રહ્યું છે. જીહા, સુત્રોની માનીએ તો આવતી કાલે બુધવારના રોજ રૂપાલા દિલ્હી દરબારમાં મહત્વની બેઠક કરી શકે છે. મળી રહેલી માહિતી અનુસાર, આ બેઠકમાં રાજ્યભરમાં ચાલતા ક્ષત્રિય સમાજના આંદોલન અને વિવાદ અંગે ચર્ચા થઇ શકે છે. વળી એવા પણ સમાચાર છે કે, પરશોત્તમ રૂપાલા આગામી 8 તારીખ સુધી દિલ્હીમાં જ રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે, આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની પણ એન્ટ્રી થઈ હતી. આજે સી.આર પાટીલના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર પાટીલે પરશોત્તમ રૂપાલા માટે બે હાથ જોડીને માફી માંગી હતી. પરંતુ ક્ષત્રિય સમાજ આ મામલે માફી નહીં પણ રૂપાલાની ટિકિટ રદ કરાયા સિવાય બીજુ કઇ જ માંગી રહી નથી.

Advertisement

ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત

ત્યારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના વાણીવિલાસને લઈ ગુજરતા રાજ્યમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત તેમની લોકસભા ટિકિટ રદ કરવાની પણ માગ કરવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાતમાં વિવિધ સ્થળો પર ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરી ભાજપ સરકારને અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યું છે.

શું છે સમગ્ર વિવાદ ?

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પહેલા રૂપાલાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘણા ક્ષત્રિય શાસકોએ અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ મહારાજાઓએ તેમની સાથે રોટી-બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. આ નિવેદનથી સમુદાયના સભ્યો રોષે ભરાયા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા કહ્યું હતું, જો તેઓ આમ નહીં કરે તો ભાજપ હાર માટે તૈયાર રહે. જોકે, રૂપાલાએ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી છે પરંતુ સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી પછી આ જ ભાષા બોલી શકે છે. તો બીજી તરફ શાંત સ્વભાવની ક્ષત્રિયાણીઓમાં પણ હાલ રોષ ભભુકી ઉઠયો છે. અને આગામી સમયમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

આ પણ વાંચો - Rupala Controversy : કેશોદમાં ક્ષત્રિય સમાજના અગ્રણીએ કહ્યું, આ લડાઈ અસ્મિતા અને આત્મગૌરવની છે

આ પણ વાંચો - રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી માફીને લાયક નથી : પોરબંદર રાજપૂત સમાજ

Tags :
Advertisement

.