Rupala Controversy : કેશોદમાં ક્ષત્રિય સમાજના અગ્રણીએ કહ્યું, આ લડાઈ અસ્મિતા અને આત્મગૌરવની છે
Rupala Controversy : રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) ના ભાજપના ઉમેદવાર (BJP's Candidate) પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ ક્ષત્રિય સમાજ (Kshatriya Community) પર આપેલા વિવાદિત નિવેદન (Controversial Statement) ને કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધનું વંટોળ આવી ગયું છે. માફી માંગવા છતા ક્ષત્રિય સમાજ (Kshatriya Community) રૂપાલાને માફી આપવા તૈયાર નથી. અલગ અલગ જિલ્લાઓમાં રાજપૂત સમાજ હવે એકઠો થઇ રહ્યો છે અને આ મુદ્દે રૂપાલાની ટિકિટ કાપવાની (cut Rupala's ticket) માંગ પણ હવે ઉગ્ર બની છે. હવે કેશોદ (Keshod) માં પણ રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિપ્પણી (Rupala's comment) નો વિરોધ થઇ રહ્યો છે.
કેશોદમાં પણ રાજપૂત ક્ષત્રિય સમાજ
કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ પોતાના વકતવ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વિષે કરેલી ટિપ્પણીનો વિરોધ કરી આજ રોજ નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને બદલવામાં આવે. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીએ આ લડાઈ અસ્મિતાની અને આત્મગૌરવની ગણાવી હતી. રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે એ અશોભનીય છે જેને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારી હતી.
મામલતદાર કચેરી ખાતે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
કેશોદ પોલીસ દ્વારા મામલતદાર કચેરી ખાતે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એવું નથી કે રાજ્યભરમાં જ આ વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધનો વંટોળ દેશભરમાં શરૂ થાય તેવી પણ ચર્ચાઓ થઇ રહી છે. એક તરફ ગુજરાતમાં ભાજપ ડેમેજ કંટ્રોલના મૂડમાં છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ આ મુદ્દાને છોડવાના મૂડમાં જોવા મળી રહી નથી. આ મુદ્દે આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) ના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બલવંતસિંહ રાજપૂત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા, જયરાજસિંહ, કિરીટસિંહ રાણા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર હાજર હતા. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે (CR Patil) કહ્યું કે ક્ષત્રિય સમાજ મોટુ મન રાખી માફ કરે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજના નારાજ આગેવાનોને મનાવાનો પ્રયાસ કરાશે અને આવતીકાલે અમદાવાદના ગોતામાં 92 લોકોની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યોને મળશે.
શું છે સમગ્ર વિવાદ ?
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પહેલા રૂપાલાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘણા ક્ષત્રિય શાસકોએ અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ મહારાજાઓએ તેમની સાથે રોટી-બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. આ નિવેદનથી સમુદાયના સભ્યો રોષે ભરાયા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા કહ્યું હતું, જો તેઓ આમ નહીં કરે તો ભાજપ હાર માટે તૈયાર રહે. જોકે, રૂપાલાએ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી છે પરંતુ સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી પછી આ જ ભાષા બોલી શકે છે. તો બીજી તરફ શાંત સ્વભાવની ક્ષત્રિયાણીઓમાં પણ હાલ રોષ ભભુકી ઉઠયો છે. અને આગામી સમયમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો - રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી માફીને લાયક નથી : પોરબંદર રાજપૂત સમાજ
આ પણ વાંચો - CR Patil : આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક
આ પણ વાંચો - રૂપાલાનો વિરોધ વંટોળ યથાવત, હવે ગામમાં પ્રવેશબંધીનો લેવાયો નિર્ણય