Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ફર્સ્ટના Operation અસુરના રાજ્ય સરકાર સુધી પડઘા, કડક કાર્યવાહી કરવાની સરકારે આપી ખાતરી

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ઓપરેશન અસુર (Operation Asur) ના રાજ્ય સરકાર સુધી પડઘા પડ્યા છે. તમામ નેતાઓએ ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવેલા ઓપરેશન અસુરની પ્રશંસા કરી છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કરવામાં આવી રહેલા ચેડા પર રાજ્ય સરકાર (State...
ગુજરાત ફર્સ્ટના operation અસુરના રાજ્ય સરકાર સુધી પડઘા  કડક કાર્યવાહી કરવાની સરકારે આપી ખાતરી

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ઓપરેશન અસુર (Operation Asur) ના રાજ્ય સરકાર સુધી પડઘા પડ્યા છે. તમામ નેતાઓએ ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવેલા ઓપરેશન અસુરની પ્રશંસા કરી છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કરવામાં આવી રહેલા ચેડા પર રાજ્ય સરકાર (State Government) હવે એક્શન મોડમાં આવી ગઇ છે. આજે રાજ્ય સરકારે આ અંગે વિશેષ તપાસ કરવાના આદેશ આપી દીધા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી (Strict action) કરવાની સરકારે ખાતરી આપી છે.

Advertisement

સરકારે તપાસના આદેશ આપ્યા

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અમુક આસામાજીક તત્વો પર ગુજરાત ફર્સ્ટની ટીમ આજે કાળ બની હતી. ગુજરાત ફર્સ્ટની ટીમે આજે વિવિધ વિસ્તારમાં નકલી માખણના ધૂમ વેચાણનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ફર્સ્ટની આ મુહીમ હવે રંગ લાવતી જોવા મળી છે. રાજ્ય સરકારે આ મામલે હવે તપાસના આદેશ આપી દીધા છે. ત્યારે રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ મુહીમના વખાણ કર્યા હતા અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો વિરુદ્ધ કડક પગલા લેવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર કોઇ પણ ખાદ્ય ચીજોમાં ભેળસેળ માટે કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવા માંગતી નથી.

Advertisement

નેતાઓએ ગુજરાત ફર્સ્ટના સ્ટીંગ ઓપરેશનને બિરદાવ્યું

રાજ્યના વાંસદા મતવિસ્તારના ધારાસભ્ય અનંત પટેલે પણ ગુજરાતના વખાણ કરતા કહ્યું કે, "જ્યાં તંત્ર કે નેતા નથી પહોંચ્યા ત્યા ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે." તેમણે ગુજરાત ફર્સ્ટને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતમાં નકલીની રેલમછેલ છે, આવા લોકો સામે દાખલારૂપ ઉદાહરણ પૂરૂ પાડવુ જોઈએ, આવા અખાદ્ય પદાર્થોના કારણે જ કેન્સર જેવી બિમારી થાય છે.

Advertisement

ગેનીબેન ઠાકોરે કર્યા વખાણ

ગુજરાત ફર્સ્ટના આ Operation Asur ને હવે કોંગ્રેસ પક્ષના નેતાએ બિરદાવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (MLA Geniben Thakor) ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, “લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારનો પર્દાફાશ કર્યો તે પ્રસંશનીય છે.” આગળ કહ્યું કે, “આવા લોકોને ન છોડવા જોઈએ  તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. આપણું રાજ્ય અને દેશ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ પાછળ છે". જેણે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો પ્રયત્ન કર્યો છે તેમને એવી સજા કરવામાં આવે કે બીજા આવું કરતા પહેલા વિચારે.

અર્જુન મોઢવાડિયાએ બિરદાવ્યું ગુજરાત ફર્સ્ટનું ઓપરેશન

ગુજરાત ફર્સ્ટની ટીમના ઓપરેશન અસુરના આજે તમામ નેતાઓ વખાણ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અમદાવાદમાં નકલી માખણ બનાવવાની જે પ્રવૃત્તિ ચાલે છે તેના પર રેડ કરીને તે લોકોને રંગે હાથ પકડવા બદલ હું ગુજરાત ફર્સ્ટ ચેનલને અભિનંદન આપું છું. આપણે વર્ષોથી ફરિયાદો સાંભળીએ છીએ કે નકલી દૂધ, ઘી અને નકલી માખણ મોટાપાયે બને છે અને તેના કારણે પશુપાલકોની સાથે સામાન્ય નાગરિક કે જેઓ તેમના આહાર મે તેને લે છે તે સૌથી વધુ છેતરાય છે. હું કહેવા માંગીશ કે આવા લોકોને કે જેઓ નકલી ઉત્પાદન કરે છે તેમના પર કડક કાર્યવાહી કરવી જોઇએ. જોકે, આવા લોકો પર કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. પણ આજે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જે ઓપરેશન કરવામાં આવ્યું તે બાદ સરકાર અને તંત્ર હરકતમાં આવ્યું છે અને પગલા લેવાની શરૂઆત કરી છે.

ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યો પર્દાફાશ

ગુજરાતીઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે અને એમા પણ જો ફાસ્ટફૂડ (Fast food) ખાવાની વાત હોય તો કહેવું જ શું ? આજે ખાસ કરીને યંગસ્ટરને મસાલેદાર ખાવાની લત લાગી છે. ત્યારે તેમના માટે આજે એક ખાસ સમાચાર આવ્યા છે, જે તેમણે વાંચવા જરૂરી છે. કારણ કે આ તેમના સ્વાસ્થ્ય (Health) સાથે સંકળાયેલી બાબત છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમે અમદાવાદમાં ‘નકલી માખણ’નો (Duplicate Butter) કાળો કારોબાર થતો હોવાનો પર્દાફાશ કર્યો છે. અખાદ્ય વસ્તુઓમાંથી બનતું માખણ લોકોના શરીર માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ, આવું ‘નકલી માખણ’ બનાવતા વેપારીનો રીતસરનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો છે.

અમદાવાદીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલા આવા જ કેટલાક ચહેરાઓને આજે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) એ ખુલ્લા પાડ્યા છે. જે માખણના ભાવ આસમાને છે તેવા માખણ વડાપાઉં, મસ્કાબન અને સેન્ડવીચ બજારમાં માત્ર રૂ. 25થી 30 ના ભાવે વેચાઈ રહ્યું છે. જાહેર રસ્તાઓની બાજુમાં ઊભેલી નાસ્તાની કેટલીક લારીઓ પર જે માખણ અથવા બટરને લગાવીને તમને વાનગીઓ પીરસવામાં આવે છે, તે માખણ નકલી હોય છે. તે માખણ અખાદ્ય છે. તે માખણ સફેદ ઝેર છે. આ ‘નકલી માખણ’ (Duplicate Butter) વેચીને કેટલાક તત્વો તેમના ખિસ્સા ભરી રહ્યા છે અને લોકોને બીમારી વેચી રહ્યા છે. આજે આવા જ કેટલાક તત્વોના ચહેરા પરથી ગુજરાત ફર્સ્ટે (Oparetion અસુર) પડદો ઊંચક્યો છે.

આ પણ વાંચો - ઓપરેશન અસુરને MLA Geniben Thakor એ બિરદાવ્યું

આ પણ વાંચો - Gandhinagar : વાવોલ ગામે શાળા આવી વિવાદમાં, બાળકો પાસે કરાવવામાં આવ્યું કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.