Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Geniben Thakor : કોંગ્રેસ સામે સવાલ ઉઠાવતા ખળભળાટ ! આપી આ સલાહ

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં (Lok Sabha elections 2024) કોંગ્રેસને એકમાત્ર બેઠક બનાસકાંઠાની મળી છે. આ બેઠક પર ગેનીબેન ઠાકોરે ભાજપના ડો. રેખાબેન ચૌધરીને (Dr. Rekhaben Choudhary) હરાવી ભવ્ય જીત મેળવી છે અને સાથે જ ભાજપનું હેટ્રિકનું સપનું પણ રોળાયું છે. ગેનીબેન...
geniben thakor   કોંગ્રેસ સામે સવાલ ઉઠાવતા ખળભળાટ   આપી આ સલાહ

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં (Lok Sabha elections 2024) કોંગ્રેસને એકમાત્ર બેઠક બનાસકાંઠાની મળી છે. આ બેઠક પર ગેનીબેન ઠાકોરે ભાજપના ડો. રેખાબેન ચૌધરીને (Dr. Rekhaben Choudhary) હરાવી ભવ્ય જીત મેળવી છે અને સાથે જ ભાજપનું હેટ્રિકનું સપનું પણ રોળાયું છે. ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) આ જીત બદલ બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો હતો અને સાથે જ રાજ્યમાં કોંગ્રેસ સંગઠનની કામગીરીને લઈ સલાહ પણ આપી હતી.

Advertisement

પક્ષ વિરુદ્ધ કામ કરનારા સામે કાર્યવાહી થવી જોઈએ : ગેનીબેન

બનાસકાંઠા લોકસભા બેઠક પર જીત બાદ ગેનીબેન ઠાકોરે રાજ્યમાં કોંગ્રેસ (Congress) સંગઠનની કામગીરીને લઈ કહ્યું કે, BJP ની સરખામણીએ કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો અભાવ છે. ઉમેદવારે પોતાના દમ પર અથવા સમાજના દમ પર લડવું પડે છે. જે દિવસથી પાર્ટી ચૂંટણી થશે તે દિવસથી જનઆશીર્વાદ પણ મળશે. જો કે, બનાસકાંઠાથી (Banaskantha) એની શુભ શરૂઆત થઈ ચૂકી છે. ગેનીબેને આગળ કહ્યું કે, પક્ષ વિરુદ્ધ કામ કરતા હોય એવા લોકોને પાર્ટીમાં સ્થાન આપવું ન જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જો કાર્યવાહી ન કરવામાં આવે તો અન્ય લોકો તેનાથી પ્રેરિત થયા છે, જેના કારણે પાર્ટીને ઘણીવાર નુકસાન થતું હોય છે. હું કોઈને સલાહ આપવા માટે નથી પરંતુ મારો વિચાર રજૂ કરી શકું છું.

Advertisement

'મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે'

જણાવી દઈએ કે, ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી. દરમિયાન, તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસના (Gujarat Congress) હોદ્દેદારોને રાજીનામું આપવા મજબૂર કરાય છે. હું વ્યક્તિગત સ્વાર્થ માટે જાહેર જીવનમાં નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં ક્યાય ખામી રહી ગઈ હશે તો દૂર કરીશું. બનાસકાંઠા બેઠક ભાજપે જીતવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, આ મારો કોઇ જાદુ નથી. હું હમેશા જાહેરજીવનમાં રહી છું . મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે.

Advertisement

આ પણ વાંચો - Ganiben Thakor : “પાવર સ્ટેશન એક જ હોવાથી રાજકીય રીતે અન્યાય..”

આ પણ વાંચો - Gujarat Politics : 19 મહિલા ચૂંટણી લડી, 4 સાંસદ બની, આ 5 બેઠકો BJP માટે જેકપોટ સમાન

આ પણ વાંચો - Junagadh : ભોગ બનનારા દલિત યુવકના પિતાએ Gujarat First ને જણાવી હકીકત!

Tags :
Advertisement

.