અમરેલીના લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે કડક કાર્યવાહી
- અમરેલીના લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે કડક કાર્યવાહી
- લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
- નશાના આક્ષેપ બાદ નરાધમ શિક્ષકના લેવાયા બ્લડ સેમ્પલ
- શિક્ષકના મોબાઇલના પુરાવા એકઠા કરવા FSLની મદદ લેવાઇ
- શિક્ષક વિભાગ દ્વારા પર ફરજ મોકુફીના કાર્યવાહી કરાઇ તેજ
- તપાસ સમિતિની રચના કરી કડક પગલા ભરવા દરખાસ્ત કરાઇ
- શાળામાં શિક્ષણ કાર્ય માટે અન્ય 2 શિક્ષકોની પણ નિમણૂંક
- શિક્ષણ જગતને કંલકિત કરનારા નરાધમ સામે તપાસનો ધમધમાટ
અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારા શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે કડક કાર્યવાહીનો દોર શરૂ થયો છે. આ નરાધમ શિક્ષકની કરતૂતો સામે આવ્યા બાદ સમાજમાં રોષ ફેલાયો છે અને તેની સામે કાયદાકીય તેમજ વહીવટી પગલાં લેવાઈ રહ્યાં છે. આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના જવાબમાં સત્તાધીશોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ દિવસના રિમાન્ડને મંજૂરી
મહેન્દ્ર કાવઠીયા સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આરોપીની પૂછપરછ દ્વારા ઘટનાના તમામ પાસાઓને ઉજાગર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.