Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

OPARETION અસુર : ધંધા હૈ પર 'ગંદા' હૈ!, ગુજરાત ફર્સ્ટના મેગા રિયાલિટી ચેકમાં ચોંકાવનારું કાળું સત્ય!

OPARETION અસુર: જો તમે પણ બહાર જમવાના શોખીન છો તો આ અહેવાલ ખાસ વાંચજો. તમે જે હોટલમાં બેસીને પ્રેમથી ભોજન આરોગો છો તે હોટલના રસોડાની શું તમે ક્યારેય મુલાકાત લીધી છે? કદાચ આજનો અમારો આ અહેવાલ વાંચીને તમે ક્યારેય કોઈ...
oparetion અસુર   ધંધા હૈ પર  ગંદા  હૈ   ગુજરાત ફર્સ્ટના મેગા રિયાલિટી ચેકમાં ચોંકાવનારું કાળું સત્ય

OPARETION અસુર: જો તમે પણ બહાર જમવાના શોખીન છો તો આ અહેવાલ ખાસ વાંચજો. તમે જે હોટલમાં બેસીને પ્રેમથી ભોજન આરોગો છો તે હોટલના રસોડાની શું તમે ક્યારેય મુલાકાત લીધી છે? કદાચ આજનો અમારો આ અહેવાલ વાંચીને તમે ક્યારેય કોઈ હોટલમાં જમવા માટે નહીં જાવ અને જો કોઈ હોટલમાં જમવા જશો તો તે હોટલના રસોડાની મુલાકાત અચૂકથી લેશો, અને ત્યાં સુઘડ અને સ્વચ્છતા હોય અને ગુણવત્તાનું પાલન કરવામાં આવતું હોય તો જ તમે તે હોટલમાં જમવા બેસજો.

Advertisement

મોંઘીદાટ હોટેલમાં જમવાના શોખીન લોકોનું સ્વાસ્થ્ય ના બગડે તેની જવાબદારી ગુજરાત ફર્સ્ટે લીધી છે. ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા શહેરની વિવિધ હોટલમાં રિયાલિટી ચેક હાથ ધર્યું હતું. આ રિયાલીટી ચેકમાં મોટા શહેરોની મોટી હોટલોના રસોડામાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું.

Advertisement

ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો

ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. ઓપરેશન અસુર દરમિયાન ગુજરાત ફર્સ્ટની ટીમે વિવિધ હોટલ અને રસ્ટોરન્ટના રસોડાની મુલાકાત લીધી હતી. આ ઓપરેશન દરમિયાન ઘણી હોટલોના માલિકો દ્વારા તેમની પોલ ના ખૂલી જાય તેના ડરના કારણે હોટલન રસોડામાં પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનિય છે કે મણિનગર વિસ્તારમાં આવેલા અર્બન ઢાબા જેના કુલચા ખૂબ જ જાણીતા છે, પરંતુ અહીં કુલચાની મેજબાની માણવા જતા ગ્રાહકોને સપને પણ ખ્યાલ નહીં હોય કે અર્બન ઢાબાના રસોડામાં જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી તો રસોડામાંથી ઉંદરનું મળ મળ્યું હતું. રસાડોમાં ખુલ્લા પડેલા લીલા શાકભાજી, જેમાં ગાજર હતા તે ગાજર પણ ઉંદરે કોતર્યા હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

હોટલના માલિકે કેમેરામેન અને રિપોર્ટર સામે કરી દાદાગીરી

એક તરફ ગુજરાત ફર્સ્ટનું મેગા ઓપરેશન ચાલુ હતું. ત્યાં બીજી તરફ ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર અને કેમેરામેનને રોકવા માટે હોટલના માલિકે દાદાગીરી કરી અને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. આટલું જ નહીં પણ હોટલ માલિકે રિપોર્ટર અને કેમેરામેનને રોકવા માટે 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવાની ધમકી પણ આપી અને કેમેરો પણ બંધ કરવા કહ્યું હતું. ત્યારે પોતાનું પાપ છુપાવવા હોટલના માલિકે એક કર્મચારીને રસોડામાં સફાઈ કરવા પણ મોકલ્યો જેનો વીડિયો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થઈ ગયો હતો. આટલું જ નહીં પણ હોટલના કર્મચારીએ ગુજરાત ફર્સ્ટની ટીમ સામે કબુલ્યું કે તેમની હોટલમાં ઉંદરો આવે છે.

100 નંબર પર ફોન કરીને પોલીસ પણ બોલાવવામાં આવી

આ સમગ્ર ઘટના દરમિયાન હોટલના માલિક દ્વારા 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવવામાં આવી હતી. હોટલના માલિક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમારા પ્રિમાયસીસમાં તમે અમારી મરજી વિરુદ્ધ ઘુસ્યા છો પરંતુ તેમને ખબર નથી કે સરકારે કાયદો બનાવ્યો છે કે,કોઈપણ ગ્રાહક ઈચ્છે ત્યારે તમારું રસોડું જોઈ શકે છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ તેમના સ્ટાફને પૂછીને જ અંદર ગઈ હતી. સાથે જ ગુજરાત ફર્સ્ટના કેમેરામેન સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી. આ સમગ્ર પરિસ્થિતિની જાણ થતા જ ગુજરાત ફર્સ્ટની ટીમે તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગને બોલાવી લીધી હતી. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 10,000 નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

મણીનગરનું રોયલ અર્બન ઢાબા

અમદાવાદીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે ઝપાઝપી કરનારા હોટલ માલિકને તેની ભૂલનું ભાન કરાવવું જરૂરી હતું. આ કારણોસાર ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આરોગ્ય વિભાગને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આરોગર વિભાગને ઘટના અંગે જાણ થતાં તેઓ તરત ઘટના સ્થળે દોડી આવય હતા. આરોગ્ય વિભાગની ટીમ તરત જ મણીનગરના રોયલ અર્બન ઢાબામાં ત્રાટકી અને ત્યાં તપાસ કરી અને ગંદકી જણાતા હોટલ માલિક પાસેથી રૂપિયા 10 હજારનો દંડ પણ વસૂલ્યો હતો. આટલું જ નહીં પણ આરોગ્ય વિભાગે શંકાસ્પદ લાગતા અમુક ખાદ્ય પદાર્થોના નમૂના પણ લીધા હતા. હવે જોવયનું એ રહ્યું કે, આરોગ્ય વિભાગે લીધેલા નમૂનાનો રિપોર્ટ શું આવે છે.

જલારામ પરોઠા હાઉસ

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા અને ખૂબ જ પ્રખ્યાત એવા જલારામ પરોઠા હાઉસની વાત કરવામાં આવે તો અમદાવાદની વિવિધ હોટલોમાં રિયાલિટી ચેક કર્યા બાદ અમારી ટીમ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલા જલારામ પરોઠા હાઉસની મુલાકાતે પહોંચી હતી. અહીં પણ એ જ જોવા મળ્યું જે અન્ય હોટલના રસોડામાં જોવા મળ્યું હતું. અહીં પણ રસોડામાં અમને ગંદકી જોવા મળી હતી. જલારામ પરોઠા હાઉસના ફ્રિજમાં મરેલા વંદા જોવા મળ્યા હતા. તપેલું ભરીને જે ગ્રેવી બનાવીને રાખી હતી, તે ગંદકીની બાજુમાં જ ખુલ્લું પડ્યું હતું. રસોડું અને વાસણો જોઈને જ લાગતું હતું કે જાણે કેટલાય દિવસોથી રસોડાની સાફ સફાઈ કરવામાં આવતી નથી.

અંકલ ડોનાલ્ડ પિઝા

અમદાવાદમાં બોડકદેવમાં અનલિમિટેડ પિઝા માટે અંકલ ડોનાલ્ડ પિઝાનું નામ ખૂબ જ જાણીતું છે. અનલિમિટેડ પિઝામાં પણ વ્યક્તિ દિઠી 400 રૂપિયા વસૂલવામાં આવે છે, પરંતુ રૂપિયા 400 આપ્યા બાદ પણ આ હોટલના રસોડું જોતા એવું લાગે કે અહીંયા મફતમાં પણ જમવા ન જવું જોઈએ, કારણ કે અહીં જે રસોડામાં ખાવાની ચીજવસ્તુઓ મુકવામાં આવે છે, તે જ કબાટમાં જીવાત પણ જોવા મળી હતી. અહીં જ્યાં પિઝાનું રો-મટિરિયલ મુકવામાં આવ્યું ત્યાં જ જીવાત પણ જોવા મળી હતી. જોકે, હોટલના મેનેજર બધું જોઈને જાણે અજાણ હોય તેવું વર્તન કરવા લાગ્યા હતા. ગુજરાત ફર્સ્ટના કેમેરામાં જીવતા અને મરેલા વંદા કેદ થયા, પણ મેનેજર મગનું નામ મરી પાડવા તૈયાર નહોતો.

મણીનગરમાં આવેલું રિયલ પેપરિકા પિઝા

હવે વાત કરીએ અમદાવાદના મણીનગરમાં આવેલા રિયલ પેપરિકા પિઝાની. અહીં પણ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી. ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી ચેક હાથ ધર્યું હતું. રિયલ પેપરિકા પિઝાના રસોડામાં એ જોવા મળ્યું, જેની અપેક્ષા નહોતી. અમને હતું કે જે પિઝાનું નામ સારું છે, તેનું ફુડ સારુ હશે અને જ્યાં બનાવવામાં આવે છે તે પણ સારું હશે.. પરંતુ અમે જે વિચાર્યું હતું તેનાથી ઉલટું થયું.. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક દરમિયાન રિઅલ પેપરિકાના રસોડામાં ગંદકી. જોવા મળી હતી. જ્યાં કચરાની ડોલ મુકવામાં આવી હતી તેની જ બાજુમાં ખુલ્લા પાસ્તા મુકવામાં આવ્યા હતા. ફ્રિજની ઉપર ખુલ્લામાં મકાઈ અને ચોખા રાખવામાં આવ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો રિઅલ પેપરિકાના રસોડામાં ગંદકી જ જોવા મળી હતી.

પ્રહલાદનગરમાં આવેલી ઘી ગુડ રેસ્ટોરન્ટ

ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરના રિયાલિટી ચેક દરમિયાન અમારી ટીમ અમદાવાદની કેટલીક નામી રેસ્ટોરન્ટ અને હોટલમાં પહોંચી.સૌથી પહેલા અમારી ટીમ પહોંચી પ્રહલાદનગરમાં આવેલી ઘી ગુડ રેસ્ટોરન્ટમાં. ઘી ગુડ રેસ્ટોરન્ટ જ્યાંનું ભોજન ખૂબ જ પ્રખ્યાત છે અને મોંઘુ પણ હોય છે. અમારી રિયાલિટી ચેક કરતી ટીમ સીધી જ ઘી ગુડ રેસ્ટોરન્ટના કિચનમાં પહોંચી હતી. જ્યાં પ્રવેશતાની સાથે જ અમને ગંદકીના ઢગલા દેખાયા હતા. તમને જે પિરસવામાં આવે છે તે ભોજનનું રો-મટિરીયલ્સ અહીં ખુલ્લામાં પડ્યું છે. જ્યાં ગંદકી છે, તેની બાજુમાં જ ખુલ્લામાં ખોરાક મુકેલો હોય છે. રેસ્ટોરન્ટનું ફ્રિજ ખોલ્યું તો અમે તો દંગ જ રહી ગયા હતા. ફ્રિજમાં એટલું બધું ફ્રોઝન ફૂડ હતું કે વાત જવા દો.. ચણા, મગ, ભજીયા, સમોસા બધું જ ફ્રોઝન. ખબર નથી કે આ બધું ક્યારે બનાવ્યું હશે અને કેટલા દિવસ જુનું હશે. સ્વાભાવિક છે કે આવું ભોજન તમને પિરસવામાં આવે છે અને તેને ચટાકા સાથે આરોગો છો. આશ્ચર્યની વાત તો એ છે કે, અમદાવાદની પ્રખ્યાત ઘી ગુડ જેવી પ્રખ્યાત અને નામચીન રેસ્ટોરન્ટમાં જ આવું છે તો અન્ય હોટલોની તો વાત જ શું કરવી.. આટલું જ નહીં, પણ ફ્રિજમાં તો રીતસરના વંદા ફરતા ગુજરાત ફર્સ્ટના કેમેરામાં સ્પષ્ટ દેખાયા. આટલું સ્પષ્ટ દેખાતું હોવા છતાં અહીંના સંચાલક એ વાત માનવા તૈયાર નથી કે તેમના ફ્રિજમાં જીવતા વંદા ફરે છે અને મરેલી જીવાતના અવષેશો છે.

સાઉથ નેશન હોટલ

અમદાવાદના મણીનગરમાં આવેલ સાઉથ નેશન હોટલમાં જ્યારે રિયાલિટી ચેક માટે અમારી ટીમ પહોંચી તો એક તરફ ગંદકી અને બીજે જ તરફ ખુલ્લામાં રસોઈ પડેલી જોવા મળી હતી. જ્યારે રાંધેલા ભાત જોયા અને પૂછ્યું કે કચરાની બાજુમાં કેમ આ પરિસ્થિતિમાં ભાગ છે તો ઉડાવ જવાબ આપવામાં આવ્યો કે આ ભાત તો અમારા હોટલના સ્ટાફ માટે છે. તો ફ્રીઝમાં ફ્રોજન કરેલા મન્ચુરીયન તેમજ કઠોળ પણ ફ્રોઝન હાલતમાં જોવા મળ્યા હતા.

મીડિયા તરીકે અમારી સામાજિક જવાબદારી

એક વાત ચોક્કસ છે કે ગુજરાત ફર્સ્ટે જે સામાજિક ઝુંબેશ ઉપાડી છે, તેને કોઈ પણ સ્થિતિમાં પૂર્ણ કરવાની હિંમત ધરાવે છે.લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા તત્વોને ખુલ્લા પાડવા તે જ તો એક મીડિયા તરીકે અમારી સામાજિક જવાબદારી છે.. જે અમે કોઈ પણ સંજોગોમાં નિભાવીશું અને તેને પરિપૂર્ણ પણ કરીશું.

આ પણ વાંચો - Oparetion અસુર : આ માખણ મારી નાખશે! ‘નકલી માખણ’ના ગોરખધંધાનો ગુજરાત ફર્સ્ટે કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.