Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Reality Check: ગુજરાત ફર્સ્ટે Reality Check દરમિયાન સરકારી રહસ્યોનો કર્યો પર્દાફાશ

Reality Check: Gujarat માં વડોદરાના હરણી તળાવમાં થયેલ ઘટના બાદ રાજ્યમાં સૌ લોકો સુન્ન થઈ ગયા છે. આ ઘટનાએ રાજ્યના લોકોની ઉંઘ ઉડાડી દીધી છે. આ ઘટનામાં 14 માસૂમ ભૂલકાંઓ અને 2 શિક્ષિકાઓના કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટના...
reality check  ગુજરાત ફર્સ્ટે reality check દરમિયાન સરકારી રહસ્યોનો કર્યો પર્દાફાશ

Reality Check: Gujarat માં વડોદરાના હરણી તળાવમાં થયેલ ઘટના બાદ રાજ્યમાં સૌ લોકો સુન્ન થઈ ગયા છે. આ ઘટનાએ રાજ્યના લોકોની ઉંઘ ઉડાડી દીધી છે. આ ઘટનામાં 14 માસૂમ ભૂલકાંઓ અને 2 શિક્ષિકાઓના કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટના બાદ સરકાર દ્વારા ખોડા છુટ્યા બાદ તબેલે તાળા મારવામાં આવ્યા છે, એટલે કે.... સરકાર દ્વારા તમામ રાજ્યમાં જે કોઈ સ્થળે Boat સેવાઓ સક્રિય છે. ત્યા ચેકિંગ કાર્યરત કરવામાં આવ્યું છે. તે ઉપરાંત વિવિધ સ્થળો પર Gujarat First દ્વારા Reality Check કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

Gujarat First Started Reality Check

ત્યારે આ Gujarat First દ્વારા આ ઘટનાને લઈને રાજ્યમાં વિવિધ Boat કાર્યરત સ્થળો પર રિયાલિટી ચેક હાથ ધરાયું હતું. આ ઘટનામાં તમામ સ્થળો પર મોટા પ્રમાણ બેદરકારી સામે આવી છે. અમરેલીના અમરેલીના જાફરાબાદના શિયાળ બેટ ટાપુ પર 30 જેટલી પેસેન્જર Boat વગર License એ કાર્યરત છે.

અમેરેલીમાં શિયાળ ટાપુ પર Reality Cheack

તો બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે, તમામ Boat ઘારકોને ફિશરીઝ વિભાગ દ્વારા License ઈસ્યુ કરવામાં આવ્યું છે. એટલે કે... પેસેન્જર Boatને માછીમારીના License ઈસ્યુ કરવામાં આવ્યા છે. આ રિયાલિટી ચેકમાં શિયાળ બેટની 12 હજાર ઉપરાંતની વસ્તી ધરાવતા 1 માત્ર ટાપુ પર અવરજવર માટે 30 થી 33 જેટલી Boat ને પેસેન્જર License ઇસ્યુ કરાયા નથી . તો જવાબદારી Boat માલિકની આવીને ઊભી રહે ત્યારે શિયાળ બેટના સરપંચ હમીર શિયાળે પણ પેસેન્જર License નહિ પણ માછીમારી License સાથે Boat દરિયામાં લઈ જવાઈ છે, તેવું કહેવામાં આવ્યું છે.

Advertisement

દાદરા નગર હવેલીનું Reality Check

તે ઉપરાંત Gujrat First દ્વારા દાદરા નગર હવેલીમાં પણ Reality Check કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલીમાં દૂધની જળાશયમાં 125 થી વધુ શિકારા Boat કાર્યરત છે. ત્યારે આ સ્થળ પર Reality Cheack કરતા જોકાવનારા ખુલાસો સામે આવ્યા હતા. જ્યારે Gujrat First ની ટીમ દૂધની જેટી પર પહોંચી, ત્યારે Boat માં સવાર કેટલાક પર્યટકો અને ખુદ Boat ચાલક પણ લાઈફ જેકેટ વિના જોવા મળ્યા હતા. અગાઉ પણ દૂધની જળાશય નજીક Boat દુર્ઘટના સર્જાઇ ચુકી હતી. જો કે તમામ Boat માં લાઈફ જેકેટ હોવા છતાં પણ ક્યારેક પર્યટકો અને ખુદ Boat સંચાલક દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે.

કચ્છમાં તંત્ર બન્યું સક્રિય

કચ્છના Mandvi Beach પર રજીસ્ટ્રેશન વગરની કેટલીક Boat ચલાવવામાં આવે છે. ત્યારે તમામ Boat જપ્ત કરવાની કામગીરી તંત્રએ શરૂ કરી છે. તે ઉપરાંત લાઈફ જેકેટ વગર Boat માં લોકોને બેસાડવામાં આવતા હતા. જો કે કુલ 16 Boat નું રજીસ્ટ્રેશન ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી. હાલમાં, પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Boat Accident : દાદીના હૈયા ફાટ રુદનથી સ્થળ પર સન્નાટો છવાઈ ગયો

Tags :
Advertisement

.