Harani Case Update: જાણો... ગુજરાત HC એ હરણીકાંડ મામલે સુનાવણીમાં શું કહ્યું ?
Harani Case Update: તાજેતરમાં વડોદરાના હરણી તળાવમાં આકસ્મિક સંજોગોમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોનો મોત નિપજ્યા હતા. આ ઘટનાથી રાજ્યભરમાં હાહાકાર અને રોષ જોવા મળ્યો હતો. ત્યાર બાદ આ ઘટનામાં તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 9 એસઆઈટી પોલીસ ટીમ તૈયાર કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન આ ઘટનાને (Harani Case Update) સંલગ્ન 18 આરોપીઓના નામ જાહેર કર્યા હતા. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. તે સહિત એ પણ કેંદ્રીત કર્યું છે કે, આ ઘટના સાથે સંબંધિક કોઈ પણ વ્યક્તિ બચી ના શકવો જોઈએ.
હરણી 'હત્યાકાંડ' મુદ્દે વડોદરા CP Anupam Singh Gehlot નું નિવેદન
પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો:CP
'નયન ગોહિલ પાસે બોટ ચલાવવા માટેની કોઇ તાલીમ ન હતી' #FIR #PareshShah #VadodaraBoatAccident #VadodaraBoatTragedy #VadodaraTragedy #VadodaraHarniLakeAccident pic.twitter.com/sSyEwKWQYE— Gujarat First (@GujaratFirst) January 20, 2024
ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી
વડોદરાના હરણી તળાવમાં 12 બાળકો અને બે શિક્ષિકાના મૃત્યુ બાબતે હાઇકોર્ટે સુઓમોટો પિટિશન સ્વિકારી છે. હૃદય દ્રાવક ઘટના હોવાની કોર્ટ નોંધ લીધી છે. જે બાદ હાઇકોર્ટે ગૃહ સચિવને સમગ્ર મુદ્દાનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે. તલસ્પર્શી તપાસ સાથેનો એક્શન ટેકન રિપોર્ટ 29 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી આખા મામલાનું કોર્ટ સંજ્ઞાન લે તે માટે રજૂઆત થઈ હતી.
Vadodara Boat Accident: હરણી 'હત્યાકાંડ' ને લઈને વડોદરાવાસીઓની પ્રતિક્રિયા#VadodaraBoatAccident #VadodaraBoatTragedy #VadodaraTragedy #VadodaraHarniLakeAccident pic.twitter.com/nzXipMRr72
— Gujarat First (@GujaratFirst) January 19, 2024
ધરપકડ થયેલા વ્યક્તિઓની યાદી
હાલમાં... મેનેજર, બોટ ચલાવનાર અને બોટ સેફ્ટીના 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. કોટિયા કંપનીના ત્રણ પાર્ટનરની અટકાયત કરીને તેમની પૂછપરછ થઇ રહી છે. કંપનીના 15 પૈકી એક પાર્ટનરનું મૃત્યુ થયુ છે, પેટા કોંટ્રાક્ટ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે, બોટ કોણ ઓપરેટ કરતુ હતુ, કયાંથી બોટ આવી તેની તપાસ પણ હાથ પર છે.
આ પણ વાંચો: Jai Shree Ram: ગુજરાત પણ બન્યું રામમય, અલગ અલગ શહેરોમાં નીકળી કળશ યાત્રા… Video