OPERATION ASUR : બનાસકાંઠામાંથી કતલખાને લઇ જવાતા અબોલ પશુઓને બચાવાયા, GUJARAT FIRST નું દિલધડક ઓપરેશન Video
ગુજરાત ફર્સ્ટ ભ્રષ્ટાચાર અને ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા તત્વોને ખુલ્લા પાડવા માટે ઓપરેશન અસુર ચલાવી રહ્યું છે. ઓપરેશન અસુર દ્વારા આવા અસામાજીક તત્વોને સરકાર અને તંત્ર સમક્ષ ખુલ્લા પાડવામાં આવે છે ત્યારે આજે બનાસકાંઠામાંથી કતલખાને લઇ જવાતા અબોલ પશુઓને બચાવવાનું ભગીરથ કાર્ય ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યું હતું અને ઓપરેશન અસુર અંતર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમે જાનના જોખમે હાઇવે ને બ્લોક કરીને આ અસુરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ અસુરો ભાગ્યા હતા અને તેમણે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાને કચડવાનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસની મદદથી છાપી નજીકથી અબોલ પશુ ભરેલો ટ્રક ઝડપી લેવામાં સફળતા મળી હતી. ગુજરાત ફર્સ્ટે આ જાંબાજ ઓપરેશન સુપેરે પાર પાડ્યું હતું. રાત્રે 2 વાગે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક : સાવધાન, તમારા આરોગ્ય સાથે થઇ રહ્યા છે ચેડાં