Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને કહ્યું Get Out ? જાણો વાયરલ વીડિયોની સચ્ચાઈ

Sharad Pawar said Get Out to Uddhav Thackeray : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) વચ્ચે કોઇને કોઇ કારણોસર નેતાઓ વિવાદ (Controversy) માં અથવા ચર્ચામાં આવી રહ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રની રાજનીતિ (Maharashtra Politics) ના બે દિગ્ગજ નેતાઓ પણ ચર્ચામાં આવ્યા છે....
શું શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને કહ્યું get out   જાણો વાયરલ વીડિયોની સચ્ચાઈ

Sharad Pawar said Get Out to Uddhav Thackeray : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) વચ્ચે કોઇને કોઇ કારણોસર નેતાઓ વિવાદ (Controversy) માં અથવા ચર્ચામાં આવી રહ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રની રાજનીતિ (Maharashtra Politics) ના બે દિગ્ગજ નેતાઓ પણ ચર્ચામાં આવ્યા છે. તેમના ચર્ચા આવવા પાછળનું કારણ એક વીડિયો છે જે હાલમાં સોશિયલ મીડિયા (Social Media) માં ખૂબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ બે દિગ્ગજ નેતાઓ શરદ પવાર (Sharad Pawar) અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) છે.

Advertisement

મહારાષ્ટ્ર ભાજપ પ્રવક્તાનો દાવો

મહારાષ્ટ્રમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે બે એવા નેતા છે જે રાજ્યની રાજનીતિ બદલવાના નિવેદનો આપી રહ્યા છે પણ તાજેતરમાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમા પડદા પાછળની કહાની કઇંક અલગ જ હોય તેવું જોવા મળી રહ્યું છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર ભાજપ પ્રવક્તાએ દાવો કર્યો છે કે, શરદ પવાર ઠાકરેને રૂમની બહાર જતા રહેવાનું કહી રહ્યા છે. આ વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. વાયરલ વીડિયોમાં, ઉદ્ધવ હાથ જોડીને શરદ પવારની અપીલ પર પ્રતિક્રિયા આપે છે અને કહે છે, 'ઠીક છે, હું બહાર જાઉ છું.' જણાવી દઈએ કે બોડી લેંગ્વેજથી બંને નેતાઓ વચ્ચેની વાતચીત આરામદાયક અને સામાન્ય લાગે છે. આ વાયરલ વીડિયો પણ ઘણો નાનો છે. 12 સેકન્ડનો વીડિયો જાહેર કરીને ભાજપે બંને નેતાઓના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે.

Advertisement

શું ખરેખર પવારે ઠાકરેને ખખડાવ્યા ?

દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને પક્ષો અને નેતાઓ વચ્ચે બધુ બરાબર નથી. મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા જીતેન ગઝરિયાએ જણાવ્યું હતું કે, "શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને નમ્રતાપૂર્વક કહ્યું કે તે વ્યસ્ત હોવાથી તેઓ બહાર નીકળી જાય." એક હેન્ડલે કેપ્શન સાથે વીડિયો શેર કર્યો, 'શરદ પવાર દ્વારા ઉદ્ધવ ઠાકરે સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે.' X પરની એક પોસ્ટમાં, એક યુઝરે કહ્યું, "શું પતન! શરદ પવાર નમ્રતાથી ઉદ્ધવ ઠાકરેને બહાર રાહ જોવાનું કહે છે!" વીડિયોને ધ્યાનથી જોતાં ખબર પડે છે કે શરદ પવારે ઉદ્ધવને અમુક સમય માટે ચોક્કસ જગ્યાએ રાહ જોવાનું કહ્યું હતું. ઉદ્ધવે સરળ રીતે જવાબ આપ્યો, "હું આસપાસ છું." જણાવી દઇએ કે, તાજેતરમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અહીં સામાન્ય વાત ને પણ મોટી બતાવવામાં આવતી હોય છે ત્યારે આ વીડિયો તેનું ઉદાહરણ છે.

રાજકીય તાપમાન ચરમસીમાએ

આ કોઇ આશ્ચર્યજનક વાત નથી કે 2024ની લોકસભા ચૂંટણી ચાલી રહી છે તેવા સમયે આ વીડિયો વાયરલ થયો છે. મુંબઈમાં 20 મેના રોજ પાંચમા તબક્કા હેઠળ મતદાન થવાનું છે, આવી સ્થિતિમાં આકરી ગરમીની સાથે સાથે શહેરનું રાજકીય તાપમાન પણ ચરમસીમાએ છે. જ્યારે મહા વિકાસ અઘાડી પાસે શરદ પવારના જૂથની NCP અને કોંગ્રેસ તેમજ ઉદ્ધવની આગેવાની હેઠળની UBT સેના છે, ત્યારે તેને મહાયુતિ તરફથી સખત પડકારનો સામનો કરવો પડે છે, જેમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના, ભાજપ અને અજિત પવારના નેતૃત્વવાળી વાલી NCP નો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે કે, દરેક નેતાઓને પરસેવો પાડવો પડી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Rahul Gandhi એ કર્ણાટકના CM ને લખ્યો પત્ર, કહ્યું- પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા કેસમાં પીડિતોની મદદ કરો…

આ પણ વાંચો - Jharkhand : PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું- પાકિસ્તાનને ‘લવ લેટર’ મોકલતી હતી પહેલાની સરકાર…

Tags :
Advertisement

.