Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મંદિર બહાર ધરણા કરી રહેલા શિવસેના નેતા સુધીર સૂરીની હત્યા, આરોપી ઝડપાયો

પંજાબના અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીની (Shiv Sena Leader: Sudhir Suri) ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના શહેરના એક મંદિર બહાર બની છે. શિવસેના નેતા મંદિર બહાર ધરણા આપી રહ્યાં હતા ત્યારે ભીડમાંથી કોઈએ સૂરીને ગોળી મારી દીધી. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં હડકંપ મચેલો છે. અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સૂરીના મૃતદેહને કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.શું હતી ઘટના?àª
મંદિર બહાર ધરણા કરી રહેલા શિવસેના નેતા સુધીર સૂરીની હત્યા  આરોપી ઝડપાયો
Advertisement
પંજાબના અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીની (Shiv Sena Leader: Sudhir Suri) ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના શહેરના એક મંદિર બહાર બની છે. શિવસેના નેતા મંદિર બહાર ધરણા આપી રહ્યાં હતા ત્યારે ભીડમાંથી કોઈએ સૂરીને ગોળી મારી દીધી. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં હડકંપ મચેલો છે. અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સૂરીના મૃતદેહને કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
ગોપાલ મંદિર બહાર કચરામાં ભગવાનની ખંડિત મૂર્તિઓ મળવાના વિરોધમાં શિવસેના નેતા સુધીર સૂરી (Sudhir Suri) મંદિર બહાર ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન ભીડમાંથી કોઈએ તેમને ગોળી મારી હતી. તેમને ગોળી વાગી જતા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ પોલીસે તરત જ નાકાબંધી કરી હુમલો કરનારા આરોપી સંદીપસિંહની ધરપકડ કરી લીધી છે. સુધીર સુરી જ્યારે પોલીસ અધિકારીઓ સાથે વાત કરી રહ્યાં હતા ત્યારે તેમના પર ફાયરિંગ થયું હતું. હુમલોખોરો કથિતરીતે કારમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સુરક્ષામાં ચૂક
પોલીસે ગત મહિને કેટલાક ગેંગસ્ટર્સની ધરપકડ કરી હતી જેમાં તેમણે છેલ્લા કેટલાક સમયથી સુધીર સૂરી પર હુમલો કરવાની ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. જીવનું જોખમ હોવા છતાં તેમની સુરક્ષામાં ચૂક થઈ છે. મળતી વિગતો પ્રમાણે તેમને અનેક વખત ધમકીઓ મળી ચુકી છે અને તેમની સુરક્ષા પણ વધારવામાં આવી ચુકી છે. હાલમાં થોડાં દિવસો પહેલા જ તેમને ધમકી મળી હતી.
પોલીસની પ્રતિક્રિયા
સમગ્ર ઘટના પર અમૃતસરના CPએ જણાવ્યું કે, સુધીર સૂરીને આંદોલન દરમિયાન ગોપાલ મંદિર, અમૃતસર બહાર ગોળી મારી દેવામાં આવી હતી. તેમને ગોળી વાગી અને તેમને હોસ્પિટલમાં લઈ જવાયા અને તેમનું મોત થઈ ગયું. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને તેની પાસેથી હથિયાર કબ્જે લઈ લેવામાં આવ્યું છે.
Tags :
Advertisement

.

×