NCP: અજીત પવાર જૂથના નેતા રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
NCP : મહારાષ્ટ્રના રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અજીત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલે (Praful Patel) રાજ્યસભાના (Rajya Sabha ) સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના ચૂંટાયેલા સભ્ય પ્રફુલ્લ પટેલે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામાનો પત્ર રાજ્યસભાના અધ્યક્ષે 27 ફેબ્રુઆરી, 2024થી સ્વીકારી લીધો છે. 20 ફેબ્રુઆરીના રોજ પ્રફુલ્લ પટેલ NCPના ઉમેદવાર તરીકે રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા.
અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાં પોતાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. રાજ્યસભા સચિવાલય તરફથી જારી માહિતીમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્યના પ્રતિનિધિત્વ કરનારી રાજ્યસભા દ્વારા ચૂંટાયેલા સભ્ય પ્રફુલ્લ પટેલે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.
I was elected as the Rajysabha MP for the tenure of 2022-2028. I have resigned from my 4 year balanced old term of Rajysabha membership as I have been elected on Rajya Sabha for a new term which will be effective from 2024 to 2030. Hence I continue to be the member of the August… pic.twitter.com/ocfYik7P4f
— Praful Patel (@praful_patel) February 27, 2024
રાજીનામું આપ્યા પછી પ્રફુલ્લ પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે 2024થી 2030 સુધીના કાર્યકળ માટે રાજ્યસભાના સાસંદ તરીકે મને ચૂંટવામાં આવ્યો હતો, તેથી હું 2030 સુધી ગૃહનો સભ્ય રહીશ. અહીં એ જણાવવાનું કે પ્રફુલ્લ પટેલ અજિત પવારના ખૂબ નજીકના માનવામાં આવે છે, જ્યારે અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કર્યો તેમણે ભત્રીજા અજિત પવાર સાથે જવાનું નક્કી કર્યું હતું. હાલમાં પ્રફુલ્લ પટેલ એનસીપીના કાર્યકારી પ્રમુખ પણ છે, જ્યારે કેન્દ્ર સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.
આ પણ વાંચો - Jamaat e Islami : ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો…