Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sharad Pawar vs Ajit Pawar : મહારાષ્ટ્રમાં પાવર વૉર, શરદ પવારને NCP અધ્યક્ષ પદેથી હટાવ્યાનો દાવો

Maharashtra Politics Crisis : મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) ભારે ઉથલપાથલ વચ્ચે અજિત પવારના (Ajit Pawar) જૂથે મોટો દાવો કર્યો છે. અજિત પવારના જૂથ અનુસાર, શરદ પવારને (Sharad Pawar) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અજિત પવાર...
sharad pawar vs ajit pawar   મહારાષ્ટ્રમાં પાવર વૉર  શરદ પવારને ncp અધ્યક્ષ પદેથી હટાવ્યાનો દાવો

Maharashtra Politics Crisis : મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) ભારે ઉથલપાથલ વચ્ચે અજિત પવારના (Ajit Pawar) જૂથે મોટો દાવો કર્યો છે. અજિત પવારના જૂથ અનુસાર, શરદ પવારને (Sharad Pawar) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અજિત પવાર પોતે હવે NCP ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર કબ્જો કરી લીધો છે.

Advertisement

Sharad Pawar ને મોટો ઝટકો

દાવો કરવામાં આવી રહ્યો છે કે, 30 જૂને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવસભરની નંબર ગેમ અને શક્તિ પ્રદર્શન પછી અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નો તખ્તો પલ્ટી દીધો છે. આ બદલાવ બાદ શરદ પવારને (Sharad Pawar) મોટો ઝટકો લાગ્યો છે. એવી આશંકા છે કે અજિત પવારના (Ajit Pawar) આ પગલા બાદ શરદ તરફી ધારાસભ્યો અને સાંસદો પણ પોતાનો પક્ષ બદલી શકે છે.

NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઠરાવ

સુત્રો પ્રમાણે 30 જૂનના રોજ મુંબઈમાં NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની (NCP National Executive) બેઠક મળી હતી. પ્રફુલ્લ પટેલ વતી આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શરદ પવારના સ્થાને અજિત પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ (Ajit Pawar NCP Chief) બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પાર્ટી લોકોના કલ્યાણના ઉદ્દેશ્યથી દૂર જઈ રહી છે. આ પછી ચૂંટણી પંચને (Election Commission of India) અરજી મોકલવામાં આવી હતી.

Advertisement

આરોપ-પ્રતિઆરોપ થયા

આ પહેલા મંગળવારે બંને જુથોની અલગ-અલગ બેઠકો થઈ જેમાં આરોપ-પ્રતિ આરોપ થયા. અજીત પવારની (Ajit Pawar) બેઠકમાં NCP ના 31 ધારાસભ્યો પહોંચ્યા અને દાવો કર્યો કે, તેમની પાસે 42 ધારાસભ્યોનું સમર્થન છે. પોતના છેલ્લા સંબોધનમાં અજીત પવારે કાકા શરદ પવાર (Sharad Pawar) પર નિશાન સાધ્યું હતું કે, પવાર સાહેબ તમે 83 વર્ષના થઈ ગયા છો. તમે ક્યારેય અટકશો કે નહી. અમે સરકાર ચલાવી શકીએ છીએ. અમારામાં શક્તિ છે તો પછી મને તક કેમ ના મળી. કોઈ પણ ઘરમાં 60 વર્ષ બાદ નિવૃત્ત થાય છે અને આશિર્વાદ આપવાનું કામ કરે છે પછી તમે કેમ આવું નથી કરતા.

Ajit Pawar એ કાકા Sharad Pawar ને પોતાના નેતા અને ગુરુ ગણાવ્યા છે અને તે પછી ગુરુ પર જ સવાલ ઉભા કર્યાં

  • 1978 માં વસંત દાદા પાટિલની સરકાર તોડી પવાર પોતે મુખ્યમંત્રી બન્યા
  • 1999 માં સોનિય ગાંધીને વિદેશી કહીને પોતાની અલગ પાર્ટી બનાવી
  • 2004 માં અમારા ધારાસભ્યો વધારે હતા. વિલાસરાવ દેશમુખે પુછ્યું કે મુખ્યમંત્રી કોણ હશે ? અમે ચાર વિભાગો વધારે લઈને મુખ્યમંત્રી પદ કોંગ્રેસને આપી દીધું ત્યારે અમારો મુખ્યમંત્રી બન્યો હોત તો આજે પ હોત
  • 2014 માં અમે કહ્યું કે ભાજપને બહારથી સમર્થન કરીશું
  • 2017 માં ભાજપ સરકારમાં સામેલ થવાના હતા પણ અમે શરત રાખી દીધી કે શિવસેના નહી રહેશે. ભાજપે કહ્યું કે, 25 વર્ષ જુના સાથીને કેવી રીતે અલગ કરીએ
  • 2019 માં અમે શિવસેના સાથે સરકાર બનાવી લીધી
  • 2023 માં પવાર સાહેબે કહ્યું કે, 83 વર્ષનો થઈ ગયો છું નિવૃત્ત થવા માંગુ છું. તેઓ સુપ્રીયાને અધ્યક્ષ બનાવવા માંગતા હતા. અમે તૈયાર હતા પછી કેમ યૂ ટર્ન લીધો
વાતચીતથી રસ્તો કાઢવો જોઈએ

અજીત પવારની (Ajit Pawar) બેઠક પૂર્ણ થયા બાદ શરદ પવારે (Sharad Pawar) પોતાના જુથના કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં. અજીત પવાર સામે ઈશારો કરતા શરદ પવારે (Sharad Pawar) કહ્યું કે, જો તમે કોઈ બાબતથી ખુશ નહોતા તો વાતચીતથી માર્ગ કાઢવો જોઈતો હતો. તેમણે વધુમાં અજીતને સલાહ આપતા કહ્યું કે, જો કોઈ ખોટું કામ કર્યું તો તેઓ સજા ભોગવવા માટે તૈયાર રહો. અમે સરકારનો હિસ્સો નથી લોકો વચ્ચે છીએ.

Advertisement

શરદ પવારે (Sharad Pawar) પોતાના સંબોધનમાં કહ્યું કે, જે લોકો ભાજપ સાથે ગયા તેમનો ઈતિહાસ યાદ કરવો જોઈએ. પંજાબમાં અકાલી દળ જ્યારે ભાજપની સાથે નથી. બિહાર, આંધ્રપ્રદેશમાં ભાજપ સરકારમાંથી બહાર થઈ તેમનું ગઠબંધન તુટ્યું. જે કોઈ પણ ભાજપ સાથે ગયા તે બાદમાં બહાર થયાં. ભાજપ ગઠબંધનવાળી પાર્ટીને બર્બાદ કરી દે છે.

આ પણ વાંચો : ‘મારી મંજૂરી વગર’..! જાણો શરદ પવાર કેમ બગડ્યા..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.