Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMRELI : ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ, ભાજપના જ બે જુથ આવ્યા સામ-સામે

અમરેલી ( AMRELI ) લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે આજે રાજુલા ખાતે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો અભિવાદન સમારોહ યોજાયેલો હતો. જેમાં ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા પણ અમરેલીના સાંસદ...
amreli   ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ  ભાજપના જ બે જુથ આવ્યા સામ સામે

અમરેલી ( AMRELI ) લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે આજે રાજુલા ખાતે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો અભિવાદન સમારોહ યોજાયેલો હતો. જેમાં ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા પણ અમરેલીના સાંસદ નારણ કાછડીયાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જ્યારે છેલ્લા બે ચાર દિવસથી સોશીયલ મીડિયા મારફતે અમરેલી ( AMRELI ) ભાજપના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ શરૂ થયો હતો. ધારીના ખીચા અને દેવળા ગામે ભાજપના ઉમેદવાર બદલવાના પોસ્ટર બોર્ડ બેનરો લાગ્યા હતા ત્યારે રાજુલાની સભામાં અમરેલી ( AMRELI ) લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ સોશીયલ મીડિયામાં લખવું હોય એ લખો પણ કમળ ખીલવાનું છે ખીલવાનું છે ને ખીલવાનું છે તેવો પડકાર ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ કર્યો હતો.

Advertisement

" અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર બદલાશે નહિ " - ભુપેન્દ્રસિંહ ચુડાસમા

જ્યારે આ રાજુલાના મંચ પર ફરીવાર અંબરીશ ડેર અને હીરા સોલંકી સંગાથે જોવા મળ્યા હતા. જ્યારે ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડીયા સમક્ષ અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર બદલાશે નહિ અને રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજ સાથે સમાધાનના પ્રયાસો ચાલુ છે અને તેનો સુખદ અંત આવવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

Advertisement

કાર્યકર્તાઓ દ્વારા કરાઇ હતી ઉમેદવાર બદલવાની માંગણી

અમરેલી ( AMRELI ) ખાતે દિલીપ સંઘાણીના નિવાસસ્થાન નજીક ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા પહોચ્યા હતા અને અમરેલીના ઉમેદવારના સમર્થનમાં આવવા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ખાનગી બેઠક કરી હતી. જેમાં કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર બદલવાની માંગણીઓ જોર શોરથી થઈ હતી અને ભાજપના કાર્યકર્તા હિરેન વીરડિયા એ ભરત સુતરીયા ઉમેદવાર તરીકે ના ચાલે તેવી ધગધગતી રજૂઆતો ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ કરી હતી. પ્રદેશ કક્ષાએ કાર્યકર્તાઓની રજૂઆત પહોંચાડવાની ખાત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આપવામાં આવી હતી.

Advertisement

ભાજપના કાર્યકર્તાઓ આવ્યા સામ-સામે

ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ સામ-સામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલાઓ કર્યા હતા. જેમાં સાંસદ કાછડીયા જૂથ અને ધારાસભ્ય કૌશિક વેકરીયા જૂથના કાર્યકરો એકબીજા સાથે મારપીટ કરી હતી. કૌશિક વેકરીયા જૂથના કાર્યકરે સાંસદ કાછડીયા અને તેમના પરિજનો પણ હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું. સામે પક્ષે કાછડીયા જૂથના કાર્યકર હિરેન વીરડિયાએ સંદીપ માંગરોળીયાએ હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું.

આ છૂટા હાથની મારામારી ઉમેદવાર બદલવાની માથાકૂટમાં થઈ કે અન્ય તે અંગે અલગ અલગ ચર્ચાઓ વચ્ચે પોલીસ કાફલો દોડી ગયેલો હતો. બંને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ હતા જ્યારે અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ ઉમેદવાર સામે ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે કાર્યકરો વચ્ચે જામી પડી હતી ને મોટા નેતાઓની લડાઈમાં નાના કાર્યકર્તાઓ એકબીજા સાથે ટકરાઈ ગયા હતા.

આ પણ વાંચો : Surat LCB Police News: લોકસભા ચૂંટણી 2024 પહેલા સુરત પોલીસે કલરના ટેમ્પોમાં લાખો દારૂ કર્યો જપ્ત

Tags :
Advertisement

.