Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વીજ સંકટની અસર રેલવે પર, 24 મે સુધી પેસેન્જર ટ્રેનોની 670 ટ્રીપ રદ્દ

દેશભરમાં વીજળીની માગમાં ભારે વધારાને કારણે કોલસાની જરૂરિયાત પણ વધી છે. જેના કારણે રેલવેને છેલ્લા કેટલાક અઠવાડિયામાં દરરોજ લગભગ 16 મેલ/એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. જેથી કોલસા વહન કરતી વિવિધ ટ્રેનોને વધારાના રૂટ મળી શકે. રેલ્વે મંત્રાલયે 24 મે સુધી પેસેન્જર ટ્રેનોની લગભગ 670 ટ્રીપોને રદ કરવાની સૂચના આપી છે. જેમાંથી 500થી વધુ લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનà«
વીજ સંકટની અસર રેલવે પર  24 મે સુધી પેસેન્જર ટ્રેનોની 670 ટ્રીપ રદ્દ
Advertisement
દેશભરમાં વીજળીની માગમાં ભારે વધારાને કારણે કોલસાની જરૂરિયાત પણ વધી છે. જેના કારણે રેલવેને છેલ્લા કેટલાક અઠવાડિયામાં દરરોજ લગભગ 16 મેલ/એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. જેથી કોલસા વહન કરતી વિવિધ ટ્રેનોને વધારાના રૂટ મળી શકે. રેલ્વે મંત્રાલયે 24 મે સુધી પેસેન્જર ટ્રેનોની લગભગ 670 ટ્રીપોને રદ કરવાની સૂચના આપી છે. જેમાંથી 500થી વધુ લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનો છે.
રેલવેએ કોલસાની ટ્રેનના સરેરાશ દૈનિક લોડિંગમાં 400થી વધુનો ટ્રેનનો વધારો કર્યો છે. જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે. ભારતીય રેલ્વે વર્તમાન માંગને પહોંચી વળવા દરરોજ 415 ટ્રેન આપવા માટે તૈયાર છે. દરેક ટ્રેન લગભગ 3,500 ટન કોલસો વહન કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાવર પ્લાન્ટ્સમાં સ્ટોક સુધારવા અને જુલાઈ-ઓગસ્ટમાં આવનાર સંકટથી બચવા માટે આ કવાયત ઓછામાં ઓછા બે મહિના સુધી ચાલુ રહેશે. જો વરસાદ શરૂ થાય ત્યારે કોલસાની ખાણકામમાં ઘટાડો થાય તો સ્થિતિ પર પુનર્વિચાર કરવામાં આવશે.
પેસેન્જર ટ્રેનો રદ થવાના કારણે વિરોધ પણ થઈ રહ્યો છે. આ મુદ્દે રેલવે મંત્રાલયના અધિકારીએ કહ્યું, સ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી, કારણ કે જો પાવર પ્લાન્ટ્સને તાત્કાલિક કોલસો પૂરો  પાડવામાં નહીં આવે તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. પાવર પ્લાન્ટમાં કોલસાની કોઈ અછત ન થાય અને બ્લેકઆઉટ ન થાય તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે.
પાવર પ્લાન્ટ્સ દેશના અલગ-અલગ સ્થળોએ આવેલા છે. તેથી રેલવેએ લાંબા અંતરની ટ્રેનો દોડાવવી પડે છે.  કોલસાની ટ્રેનને તેમની મુસાફરી પૂરી કરવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. સ્થાનિક કોલસાનો મોટો ભાગ પૂર્વીય પ્રદેશમાંથી ભારતના ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભાગોમાં પહોંચાડવામાં આવે છે. આશા છે કે અમે આ અસ્થાયી સંકટમાંથી જલ્દી જ બહાર નીકળી જઈશું.
70% વીજળી ઉત્પન્ન કરવા કોલસાનો ઉપયોગ 
રેલવેએ 2016-17માં દરરોજ  269 કોલસાના રેક(ટ્રેન) લોડ કર્યા હતા. 2017-18 અને 2018-19માં તેમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ આગામી બે વર્ષમાં લોડિંગ ઘટીને 267 રેક થઈ ગયું હતું. ગયા વર્ષે તે વધારીને 347 રેક પ્રતિ દિવસ કરવામાં આવ્યો હતો અને 28 એપ્રિલ સુધી, કોલસાથી ભરેલા રેકની સંખ્યા દરરોજ 400-405 જેટલી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે કોલસાની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. આ માટે રેલવે પરિવહનનું પસંદગીનું માધ્યમ રહ્યું છે. દેશની લગભગ 70% વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાનો ઉપયોગ થાય છે. રેલવેએ કોલસાના લોડિંગ અને પરિવહનને વધારવા માટે ઘણા પગલાં લીધાં છે. 
Tags :
Advertisement

.

×