Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી મંદિરમાં અષાઢ સુદ- ૨ (બીજ) થી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય અંબાજી મંદિરનો દર્શન સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી બદલાતો રહે...
અંબાજી મંદિરમાં અષાઢ સુદ  ૨  બીજ  થી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી 

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય અંબાજી મંદિરનો દર્શન સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી બદલાતો રહે છે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ- ૨ ( બીજ) રથયાત્રા મંગળવારને તા.૨૦/૦૬/૨૦૨૩થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.જેની ભાવિક ભક્તોને નોંધ લેવા જણાવાયું છે.

અંબાજી મંદિરમાં અખાત્રીજ થી અષાઢી એકમ સુધી બપોર ની આરતી શરૂ કરવામાં આવી હતી. બપોરની રાજભોગ આરતી સૂર્યનારાયણના દર્શન કાચના પ્રતિબિંબ દ્વારા માતાજીની કરાવવામાં આવતી હતી.અંબાજી મંદિર ખાતે બપોરની આરતીનું પણ વિશેષ મહત્વ હોય છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.

Advertisement

આરતી સવારે - ૭.૩૦ થી ૮.૦૦
દર્શન સવારે - ૮.૦૦ થી ૧૧.૩૦
મંદિર મંગળ - ૧૧.૩૦ થી ૧૨.૦૦
રાજભોગ - ૧૨.૦૦ વાગે
દર્શન બપોરે - ૧૨.૩૦ થી ૧૬.૩૦
મંદિર મંગળ - ૧૬.૩૦ થી ૧૯.૦૦
આરતી સાંજે - ૧૯.૦૦ થી ૧૯.૩૦
દર્શન સાંજે - ૧૯.૩૦ થી ૨૧.૦૦

Advertisement

Tags :
Advertisement

.