Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગ્રીષ્માની શ્રદ્ધાજલિ સભામાં પહોંચ્યા હર્ષ સંઘવી, કહ્યું – હવે ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ તૈયાર

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા વિસ્તારમાં ગત તા.12મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાનાં થઈ હતી. આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને તા.5મી મે એ ફાસ્ટટ્રેક કોર્ટે દોષિત ઠેરવી ફાંસીની સજા આપી હતી. આજે ગ્રીષ્મા વેકરિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીષ્માને ન્યાય મળ્યાની લાગણીથી વેકરિયા પરિવાર દ્વારા આજે રામધુન સહિત
ગ્રીષ્માની શ્રદ્ધાજલિ સભામાં પહોંચ્યા હર્ષ
સંઘવી  કહ્યું  ndash  હવે ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ તૈયાર

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા
વિસ્તારમાં ગત તા.
12મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની
હત્યાનાં થઈ હતી. આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને તા.
5મી મે એ ફાસ્ટટ્રેક
કોર્ટે દોષિત ઠેરવી ફાંસીની સજા આપી હતી.
આજે ગ્રીષ્મા
વેકરિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીષ્માને
ન્યાય મળ્યાની લાગણીથી વેકરિયા પરિવાર દ્વારા આજે રામધુન સહિત પોલીસ કર્મચારીઓને
સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Advertisement


આ સભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ
પહોંચ્યા હતાં.
તેમણે ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી, સાથે તેનાં માતા-પિતાને મળીને
સાંત્વના આપી હતી અને કહ્યું હતું
, રાજ્યમાં
અપરાધીઓ સામે કડક હાથ કામ લેવાશે. ગ્રીષ્માનાં માતા પિતાને આપેલો વાયદો આજે પૂર્ણ
થતાં તેમને સાંત્વના પાઠવી છે
, સાથે
જ ભવિષ્યમાં આવું કોઈ સાથે ન બને એ માટે સરકાર પ્રયત્નપૂર્વક કામ કરશે.
ગૃહમંત્રીએ
વધુમાં જણાવ્યું હતું કે હર્ષ સંઘવીએ ગ્રીષ્માનાં પરિવારજનોની આંખનાં આંસુ લૂંછી
કહ્યું, બહેન-દીકરીઓ પર નજર બગાડનારને
છોડવામાં આવશે નહીં. તેમની રક્ષા કરવા માટે ગુજરાત પોલીસ સક્ષમ છે.
 

Advertisement

આ વખતે નેતાઓની હાજરીમાં ગ્રીષ્માની
પિતરાઈ બહેનો દ્વારા તેરી લાડકી મે..ગીત ગાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી.
જો કે
, ગીત ગાઈ રહેલી બહેન આખું ગીત ગાઈ નહોતી શકી અને ડૂમો બાઝી જતાં
પિતાને બાથ ભરીને રડવા લાગી હતી. જેથી હાજર સૌ કોઈની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા
હતાં.


Advertisement

ગ્રીષ્માના
પિતા નંદલાલ વેકરિયાએ કહ્યું કે
,
અમારી વ્હાલી દીકરીને આજે ખરા
અર્થમાં ન્યાય મળ્યો એની ખુશી છે
,
પરંતુ તે અમારાથી હંમેશા માટે
દૂર જતી રહી છે
, તેનું ખુબ દુઃખ છે. ગૃહરાજ્યમંત્રીએ આ દુઃખના સમયે ખુબ
સાથ-સહકાર આપ્યો હતો
, તેમજ આ કેસમાં અમને ઝડપી ન્યાય અપાવવા રાજય સરકાર, પોલીસ ખાતાના
અધિકારીઓ સહિત તમામ પ્રત્યે હૃદયથી આભાર વ્યકત કર્યો હતો.
ગ્રીષ્મા હત્યા બાદ એસઆઈટીની રચના
કરવામાં આવી હતી. આ તપાસમાં લગભગ
50
જેટલા અધિકારી અને કર્મચારીઓ જોડાયા
હતા. આ તમામ કર્મચારીઓએ રાતદિવસ એક કરીને આરોપીને ફાંસીના માચડે પહોંચડવા માટે
તપાસ કરી હતી. આ તપાસ કરનારા અધિકારીઓના સન્માન માટે પરિવારે તમામ કર્મચારીઓને
બિરદાવતા મોમેન્ટો આપ્યા હતા.

 

Tags :
Advertisement

.