Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MLA Alpesh Thakor: ઉત્તર ગુજરાતના તારણહાર બનીને વડાપ્રધાન મોદી વ્યારે આવ્યા હતા

MLA Alpesh Thakor: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ...
mla alpesh thakor  ઉત્તર ગુજરાતના તારણહાર બનીને વડાપ્રધાન મોદી વ્યારે આવ્યા હતા
Advertisement

MLA Alpesh Thakor: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના રાજકીય સફરની વાત કરીએ તો, સમાજના રહેલા દુષણો દૂર કરવા અને યુવાનોને શિક્ષિત કરવા માટે અભિયાન ચલાવીને રાજકીય ક્ષેત્રે પહેલું પગલું માંડ્યું હતું. વર્ષ 2017 માં કોંગ્રેસમાં જોડાઈને તેઓ ધારાસભ્ય તરીકે ઉત્તર ગુજરાતના નાગરિકો સામે આવ્યા. પરંતુ ત્યાર બાદ ભાજપ તરફથી સહકાર મળતા તેઓ ભાજપ (BJP) માં જોડાયા હતા. પરંતુ પેટા ચૂંટણીમાં હારનો સામનો કરીને તેઓ ભાજપ (BJP) માં જોડાયા હતા. ત્યાર બાદ ભાજપ (BJP) સાથે મળીને તેઓ ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ વ્યસન મૂક્તિ, રોજગારી, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય લક્ષી અને અનામતને લઈને હંમેશા ન્યાય માટે આંદોલન કરતા જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat First Conclave 2024 : ક્ષત્રિય આંદોલન, નિતિન પટેલ અંગે BJP ઉમેદવાર હરિભાઈ પટેલે શું કહ્યું ?

Advertisement

તમામ પ્રાથમિક સુવિધાઓ ઉત્તર ગુજરાતના લોકોને પૂરી પાડી

ત્યારે આ Gujarat First Conclave 2024 માં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ઉત્તર ગુજરાતને વેરાનમાંથી લીલુંછમ બની ગયું છે. એક સમય એવો હતો કે જ્યારે ઉત્તર ગુજરાત પ્રાથમિક સેવા જેવી કે પીવાના પાણી, દવાખાનાઓ, પાઠશાળાઓ, પાકા રસ્તાઓથી વંચિત હતું. પરંતુ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પદ પર નરેન્દ્ર મોદી (PM Modi) આવ્યા, ત્યારે નર્મદા યોજના માધ્યમ થકી ઉત્તર ગુજરાતના ધરે-ધરે પાણી પહોંચાડ્યું. ખેતીક્ષેત્રે નિરંતર સિંચાઈ સુવિધા પૂરી પાડી છે. તે ઉપરાંત તમામ પ્રાથમિક સુવિધાઓ ઉત્તર ગુજરાતના લોકોને પૂરી પાડી છે.

આ પણ વાંચો: MLA Dhavalsinh Zala: સાબરકાંઠામાં વિવાદ અને રૂપાલા પર ધવલસિંહ ઝાલાએ તોડ્યું મૌન

આર્થિક સ્તરે વિશ્વમાં ટોચના સ્થાને આવશે

જોકે આજે ઉત્તર ગુજરાત નહીં, પરંતુ દેશના તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ને એન નાયક તરીકે જુએ છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના વિકાસને લઈ કરવામાં આવેલા તમામ વાયદાઓ ભાજપ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃ્ત્વમાં દેશ વિકાસની દ્રષ્ટિએ વિશ્વ સ્તરે 5 માં સ્થાને આવી ગયો છે. તેની સાથે આગામી 2027 સુધીમાં ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ના કાર્યકાલ દરમિયાન ભારત દેશ આર્થિક સ્તરે વિશ્વમાં ટોચના સ્થાને આવી જશે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ઉ. ગુજરાતની વિકાસગાથા અંગે વિવિધ સેક્ટરના ઉદ્યોગપતિઓએ શું કહ્યું ?

Tags :
Advertisement

Trending News

.

×