Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police : દારૂ ભરેલી ફોર્ચ્યુનરે સર્જેલા અકસ્માત માટે પોલીસ જવાબદાર?

Gujarat Police : અમદાવાદ શહેર (Ahmedabad City) માં થયેલા એક ભયાવહ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. Fatal Accident ની ઘટના બાદ Gujarat Police ની SMC સહિતની એજન્સીના નામ અને કામ ચર્ચામાં આવ્યા છે. ફોર્ચ્યુનર, થાર અને ટ્રક વચ્ચેના અકસ્માતને...
gujarat police   દારૂ ભરેલી ફોર્ચ્યુનરે સર્જેલા અકસ્માત માટે પોલીસ જવાબદાર
Advertisement

Gujarat Police : અમદાવાદ શહેર (Ahmedabad City) માં થયેલા એક ભયાવહ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. Fatal Accident ની ઘટના બાદ Gujarat Police ની SMC સહિતની એજન્સીના નામ અને કામ ચર્ચામાં આવ્યા છે. ફોર્ચ્યુનર, થાર અને ટ્રક વચ્ચેના અકસ્માતને લઈને અમદાવાદ પોલીસે (Ahmedabad Police) જરૂરી કાર્યવાહી આરંભી દીધી છે. જો કે, આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને વાસ્તવમાં તેના માટે કોણ જવાબદાર છે ? તેની તપાસ Gujarat Police કરશે કે કેમ તે એક પ્રશ્ન છે. Gujarat First એ સંભવિત પોલીસ એજન્સીના અધિકારીઓને પૂછતાં તેમની આ મામલામાં કોઈ ભૂમિકા નહીં હોવાનું સ્પષ્ટ કર્યું છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત ?

Ahmedabad શહેરના છેવાડે એસ. પી. રિંગ રોડ વકીલ સાહેબ બ્રિજ (Vakil Saheb Bridge) નજીક ભયાવહ અકસ્માતમાં 3ના મોત નિપજ્યા છે. સોમવારે વહેલી પરોઢે દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર વૈષ્ણોદેવીથી બોપલ તરફ અતિ ઝડપે આવી રહી હતી. આ સમયે વકીલ સાહેબ બ્રિજ તરફથી આવી રહેલી થારના ચાલકે રાજપથ રંગોલી રોડ (Rajpath Rangoli Road) તરફના વળાંક પાસે ટર્ન માર્યો હતો. ટર્ન મારી રહેલી થારને અતિ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે ટક્કર મારતા થાર ફંગોળાઈ ગઈ હતી. થાર અને ફોર્ચ્યુનરના અકસ્માતમાં એક ટ્રકને પણ નુકસાન પહોંચ્યું છે. ગમખ્વાર અકસ્માતના કારણે થારમાં સવાર અજિત કાઠી અને મનિષ ભટ્ટનું મોત થયું છે, જ્યારે ફોર્ચ્યુનર કારમાં સવાર ઓમપ્રકાશ મોતને ભેટ્યો છે. જ્યારે રાજેન્દ્ર સાહુ નામના શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત રાજેન્દ્રને સારવાર અર્થે સોલા સિવિલ હૉસ્પિટલ (Sola Civil Hospital) માં ખસેડાયો છે.

Advertisement

Advertisement

દારૂ ભરેલી ફોર્ચ્યુનરની નંબર પ્લેટ બનાવટી

રાજપથ રંગોલી રોડના S P Ring Road તરફના છેડે થયેલા Terrible Accident માં ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂ (IMFL) નો જથ્થો રોડ પર છલકાયો હતો. અકસ્માત સમયે હાજર કેટલાંક લોકો દારૂની આખી રહી ગયેલી અનેક બોટલો ઉપાડીને ફરાર થઇ ગયા હતા. ઘટના બાદ સ્થળ પર દોડી આવેલી ટ્રાફિક પોલીસ તેમજ સરખેજ પોલીસ (Sarkhej Police) ને પ્રાથમિક તપાસમાં ફોર્ચ્યુનરની નંબર પ્લેટ બનાવટી હોવાનું જાણવા મળ્યું છે. UP પાસીંગની ફોર્ચ્યુનરમાં આરોપીઓએ ગાંધીનગર RTO માં નોંધાયેલી એક અલ્ટો કારનો નંબર લગાવ્યો હતો.

દારૂના ખેપીયા શેનો કરે છે નશો ?

વિદેશી દારૂ નિર્ધારિત સ્થળે પહોંચાડવા માટે ખેપીયાઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર હોય છે. દારૂના ધંધા (Liquor Trade) માં બુટલેગરો વર્ષોથી હાઈટેક/પાવરફૂલ કારનો ઉપયોગ કરતા આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દારૂ ભરેલી કારની સીટ પર બેસતા ખેપીયા એમડી ડ્ર્ગ્સ (MD Drugs) નું સેવન કરે છે. MD લીધા બાદ આવતી ઉત્તેજનાના કારણે ખેપીયાઓ સામાન્ય સંજોગોમાં 100-125 કિમીની ઝડપે વાહન ચલાવે છે. જો, પોલીસ પીછો કરે અથવા તો પીછો થતો હોવાની શંકા જણાય તો 150થી 200 કિમીની ઝડપે પણ કાર હંકારે છે.

જિલ્લા પોલીસ દારૂની લાઈન ચલાવે છે

રાજ્યમાં વિદેશી દારૂની બદી માટે ગુજરાત પોલીસ (Gujarat Police) જ જવાબદાર છે. રાજસ્થાનના સાંચોર તરફથી આવતો વિદેશી દારૂ ભરીને ફોર્ચ્યુનર ત્રણ જિલ્લા પસાર કરીને અમદાવાદ સુધી આવી હતી. રાજસ્થાનથી બનાસકાંઠા જિલ્લા (Banaskantha District) માં થઈને આખો મહેસાણા જિલ્લો (Mahesana District) પસાર કરીને વાયા ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) ની સરહદ પર થઈને અમદાવાદ સુધી પહોંચી હતી. વિદેશી દારૂ ભરેલી ટ્રક હોય કે કાર તેને પસાર થવા દેવા માટે IPS અધિકારીઓ લાખોના હપ્તા લે છે અને આ જગ જાહેર પ્રથા છે. ભૂતકાળમાં પકડાયેલા અનેક મોટા બુટલેગરોએ કેવી રીતે હપ્તા નેટવર્ક ચાલે છે તેની અનેક વખત કબૂલાત પણ કરી છે.

પીછો કોણ કરતું હતું ?

અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) ને હાથ લાગેલા CCTV ફૂટેજ પરથી અનેક બાબતો સ્પષ્ટ થાય છે. સામાન્ય સ્પીડમાં વળાંક લઈ રહેલી થારને ટક્કર મારનારી ફોર્ચ્યુનર અતિ સ્પીડમાં હતી. અકસ્માત બાદ વાયરલ થયેલા ફોટોમાં ફોર્ચ્યુનરનો ગતિ કાંટો 200 KM પર ચોંટી ગયો હોવાનું દેખાય છે. ફોર્ચ્યુનર અતિ ગતિએ ચલાવવા પાછળ કોઈ પીછો કરતું હોય તેવી વાતો વહેતી થઈ છે. Gujarat Police ની એજન્સી SMC, અમદાવાદ પીસીબી (PCB Ahmedabad) અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) ના અધિકારીઓએ પીછો કરવાના પ્રશ્નને લઈને સ્પષ્ટ ના પાડી છે. તો પછી ફોર્ચ્યુનર આટલી સ્પીડે કેમ જઈ રહી હતી તે તપાસનો વાસ્તવિક મુદ્દો છે.

આ પણ વાંચો: Police જુગાર પકડવાના બદલે હવે ખૂદ રમાડી લાખો-કરોડો કમાય છે

આ પણ વાંચો: Nirlipt Rai : નિર્લિપ્ત રાયની ટીમ SMC માં ભ્રષ્ટાચાર ?

આ પણ વાંચો: Kutch : પોલીસકર્મીઓ પર કાર ચઢાવી હત્યાના પ્રયાસ મામલે બુટલેગર, મહિલા કોન્સ્ટેબલની ધરપકડ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

સ્પેસમાં 'હેન્ડશેક' કરશે SpaDeX હેઠળ બે વાહનો,ISRO રચશે ઈતિહાસ

featured-img
મનોરંજન

Bigg Boss 18: છુટાછેડાની અફવાઓ વચ્ચે Yuzvendra Chahalની બિગ બોસ શોમાં એન્ટ્રી

featured-img
રાજકોટ

Rajkot : ઉત્તરાયણ પહેલા ખિસ્સા પર વધશે ભાર! ખાદ્યતેલની કિંમતોમાં થયો આટલો વધારો

featured-img
આંતરરાષ્ટ્રીય

Bangladesh:હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સાંપ્રદાયિક નહીં રાજકીય હતી : યુનુસ સરકાર

featured-img
સ્પોર્ટ્સ

Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને ઝટકો, જસપ્રીત બુમરાહને લઇને આવ્યા ખરાબ સમાચાર

featured-img
ગાંધીનગર

Banaskantha : Ambaji માં વાહનો પર પથ્થરમારો કરનારાઓને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો!

×

Live Tv

Trending News

.

×