Ahmedabad: દિવસે રેપીડો બાઈક ચલાવતા અને રાત્રે લૂંટને અંજામ આપતા, આખરે પોલીસે દબોચી લીધા
- રાત્રે લૂંટ ચલાવતી એક એવી ટોળકીને પોલીસે ઝડપી પાડી
- આરોપીઓ પાસેથી 21 જેટલા ચોરીના મોબાઈલ પણ કબજે કરાયા
- તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું
Ahmedabad: અમદાવાદના સરખેજ પોલીસે દિવસે અલગ અલગ જગ્યાઓ પર નોકરી કરતી, રેપિડો બાઈક ચલાવતી રેકી કરતી અને રાત્રે લૂંટ ચલાવતી એક એવી ટોળકીને ઝડપી પાડી છે. જેનાથી સંખ્યાબંધ લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સાથે જ 21 જેટલા ચોરીના મોબાઈલ પણ પોલીસે કબજે લીધા છે. તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે, અમદાવાદમાં તેઓ દિવસે મોલમાં નોકરી કરતા રેપીડો બાઈક ચલાવતા અને રાત્રે લૂંટ ચલાવતા હોવાનું સરખેજ પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા
પકડાયેલ તમામ આરોપીઓમાં હર્ષ શર્મા, પ્રહલાદ વર્મા, સુનિલ મીણા અને આશિષ બુનકર નામની ટોળકીનો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ થતા તેમની પૂછપરછમાં તમામ ખુલાસા થયા છે. તેમને જણાવ્યું કે, તાજેતરમાં જ સરખેજ વિસ્તારમાંથી હોટલમાં કામ કરતા કુકને તીક્ષ્ણ હથિયારની અણીએ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન પોલીસે લૂંટના 19 મોબાઈલ પણ કબજે કર્યા છે.
દિવસે કામ કરતા અને રાત્રે ચોરીને અંજામ આપતા આરોપીઓ
અમદાવાદ ઝોન 7 ડીસીપી શિવમ વર્મા જણાવ્યું હતું કે, ઓર્ગેનાઇઝ ક્રાઈમ કરતી આ ટોળકી દિવસે નોકરી ધંધો કરતી અને રાત્રે પોતાના મોજ શોખ પૂરા કરવા લૂંટના ગુનાઓને અંજામ આપતી હતી. પકડાયેલ ક્યારે શકશો મૂળ રાજસ્થાનના છે અને 21થી વધુ મોબાઈલની છેલ્લા છ માસમાં ચોરી કરી છે. ઘણા વર્ષોથી એકબીજાના મિત્રો હોઇ લૂંટના ગુનામાં ટોળકી બનાવી અલગ અલગ ગુનાઓને તેઓ અંજામ આપતા હતા. પકડાયેલ આરોપીઓ પૈકી હર્ષ શર્મા અને આશિષ બુનકર વેઇટર તરીકે કામ કરતા. જ્યારે સુનિલ મીણા દિવસે મોલમાં નોકરી કરતો હતો. પકડાયેલા આરોપીઓમાંથી હર્ષ શર્મા રાત્રિ દરમિયાન પોતાનું બાઈક લઇ રેપીડો ચલાવતો હતો અને લૂંટ કરવા માટે ટાર્ગેટ નક્કી કરતો હતો.
આ પણ વાંચો: Ahmedabad માં લુખ્ખા તત્વોના તળિયા તૂટ્યા બાદ હવે નળિયા તૂટ્યાં!
પોલીસે તપાસ શરૂ કરતાં સાતેક જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો
વધુમાં જણાવ્યું કે, પકડાયેલા ચારેય આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરતાં સાતેક જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સમગ્ર ઘટનાને લઈને રાજસ્થાન પોલીસને પણ જાણ કરવામાં આવી છે. જેથી વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરાઇ છે.
આ પણ વાંચો: Ahmedabad: તંત્રની બુદ્ધિનું પ્રદર્શન કરતો વધુ એક નમૂનો! આ રીતે થશે શહેરનો વિકાસ?
પોલીસે સાવધાન રહેવા લોકોને કરી આપીલ
ડીસીપી શિવમ વર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આમાંથી એક આરોપી રેપીડો બાઇક ચલાવતો હતો અને લૂંટને અંજામ આપવા માટે ટાર્ગેટ નક્કી કરતો. ત્યારે રેપીડો જેવી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને પણ અમે લેટર લખવાના છીએ કે સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પોતાના એમ્પ્લોયની ભરતી કરે ત્યારે તેમનો ગુનાહિત ઈતિહાસ ચકાસે અને ગુનેગારોની ભરતીથી સલામતી જોખમાય નહીં તેનું ધ્યાન રાખે. સાથે સાથે આવા ઓર્ગેનાઇઝ ક્રાઈમ કરતી ટોળકીથી સાવધાન રહેવા સમાજના નાગરિકોને પણ ડીસીપીએ અપીલ કરી હતી.
અહેવાલઃ સંજય જોષી, અમદાવાદ
આ પણ વાંચો: Ahmedabad : MLA Amit Shah શાસનાધિકારી પર બરોબરનાં બગડ્યા, કહ્યું - આને કાઢી મૂકો..!