Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માત, શાકભાજી ભરેલો ટ્રક પલટી જતાં 14 લોકોના થયા મોત, 16 ઈજાગ્રસ્ત

Accident in Karnataka : કર્ણાટકથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ગમખ્વાર અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર, શાકભાજીથી ભરેલો ટ્રક પલટી જતા આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે.
કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માત  શાકભાજી ભરેલો ટ્રક પલટી જતાં 14 લોકોના થયા મોત  16 ઈજાગ્રસ્ત
Advertisement
  • કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માતમાં 14 લોકોના મોત
  • શાકભાજી ભરેલો ટ્રક પલટી જતાં સર્જાઈ મોટી દુર્ઘટના
  • અકસ્માતની ઘટનામાં 16 લોકો ગંભીર રીતે ઘાયલ
  • ટ્રકમાં 40 વેપારીઓ શાકભાજી-ફળ વેચવા જતાં હતા
  • ઉત્તર કન્નડના યેલ્લાપુર પાસે સર્જાયો હતો અકસ્માત
  • કારવાર પોલીસે અકસ્માતની વધુ તપાસ હાથ ધરી

Accident in Karnataka : કર્ણાટકથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ગમખ્વાર અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર, શાકભાજીથી ભરેલો ટ્રક પલટી જતા આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 16 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

શાકભાજી ભરેલો ટ્રક પલટી જતા સર્જાઈ દુર્ઘટના

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં યાલાપુરા હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, શાકભાજીથી ભરેલો ટ્રક કે જેમા 40 વેપારીઓ સવાર હતા, જેઓ શાકભાજી-ફળ વેચવા જઇ રહ્યા હતા. અકસ્માતમાં 40 વેપારીઓમાંથી 14 ના મોત જ્યારે 16 ઘાયલ થયા છે. અકસ્માત ઉત્તર કન્નડના ચેલ્લાપુર પાસે સર્જાયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, ગુલાપુરામાં, શાકભાજી લઈ જતી એક ટ્રકે કાબુ ગુમાવ્યો અને ટ્રિપર સાથે અથડાઈ ગઈ, જેના કારણે ટ્રક સંપૂર્ણપણે નાશ પામ્યો. આ અકસ્માત સવારે લગભગ 4 વાગ્યે થયો હતો.

Advertisement

Advertisement

પોલીસે શું કહ્યું?

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે વહેલી સવારે શાકભાજીનો ટ્રક ૫૦ મીટર ઊંડી ખાડીમાં પડી ગયો હતો. પીડિતો, બધા ફળ વિક્રેતાઓ, સાવનુરથી નીકળ્યા હતા અને ફળો વેચવા માટે યલાપુરા મેળા તરફ જઈ રહ્યા હતા. ઉત્તરા કન્નડના પોલીસ અધિક્ષક એમ નારાયણે જણાવ્યું હતું કે તેઓ સાવનુર-હુબલી રોડ પર મુસાફરી કરી રહ્યા હતા અને આ અકસ્માત જંગલ વિસ્તારમાં થયો હતો. નારાયણે મીડિયાને જણાવ્યું, 'સવારે લગભગ 4 વાગ્યે, ટ્રક ડ્રાઈવર બીજા વાહનને રસ્તો આપતી વખતે ટ્રકને ડાબી બાજુ વળાવી અને લગભગ 50 મીટર ઊંડી ખીણમાં પડી ગઇ.' તેમણે કહ્યું કે ખીણમાં રસ્તા પર કોઈ સલામતી દિવાલ નહોતી. અધિકારીએ જણાવ્યું કે, "નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા." ઘાયલોને હુબલીની KIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Chhattisgarh : એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 16 થી વધુ નક્સલીઓને ઠાર માર્યા

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના દાવા વચ્ચે BLA આતંકીઓએ ભર્યુ ભયાનક પગલું! 214 સૈનિક બંધકોને મારી નાખ્યા

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
આંતરરાષ્ટ્રીય

Mark Carney: અમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના 24માં PM તરીકે લીધા શપથ

featured-img
રાષ્ટ્રીય

Golden Temple માં બે જૂથો વચ્ચે મારામારી,પાંચને ઈજા, એકની હાલત ગંભીર

featured-img
બિઝનેસ

Gold Price: ધુળેટીના દિવસે સોનામાં તેજીનો રંગ,ગોલ્ડનો ભાવ પહેલી વખત 88300 રૂપિયાને પાર

featured-img
વાયરલ & સોશિયલ

Viral video: નશામાં ધૂત યુવક બબાલ કરી તો રસ્તા પર લોકોએ બરાબરનો ધોયો, જુઓ Video

Trending News

.

×