Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પશ્ચિમ બંગાળના TMC નેતા શાહજહાં શેખ વિરુદ્ધ અમદાવાદ શહેર ભાજપનો વિરોધ

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં TMC ના નેતા દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધ અને અત્યાચારો વિરુદ્ધ અમદાવાદ શહેર ભાજપનો વિરોધ. TMC નેતા શાહજહાં શેખનો કરાયો વિરોધ  પશ્ચિમ બંગાળના TMC  ના નેતા શાહજહાં શેખના મહિલાઓ પરના અત્યાચાર આચરવામાં આવ્યા હતા. તેના વિરોધમાં કર્ણાવતી...
પશ્ચિમ બંગાળના tmc નેતા શાહજહાં શેખ વિરુદ્ધ અમદાવાદ શહેર ભાજપનો વિરોધ

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં TMC ના નેતા દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધ અને અત્યાચારો વિરુદ્ધ અમદાવાદ શહેર ભાજપનો વિરોધ.

Advertisement

TMC નેતા શાહજહાં શેખનો કરાયો વિરોધ 

પશ્ચિમ બંગાળના TMC  ના નેતા શાહજહાં શેખના મહિલાઓ પરના અત્યાચાર આચરવામાં આવ્યા હતા. તેના વિરોધમાં કર્ણાવતી મહાનગર દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટભાઈ સોલંકી એ નિવેદન આપ્યું હતું કે, જે રાજ્યની મુખ્યમંત્રી મહિલા હોય અને તે પોતાની પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને મહિલાઓ પર દુષ્કર્મ અને તેમની જમીનો હડપવાના ગંભીર આરોપોમાં છાવરતી રહી તે ખૂબ નિંદનીય બાબત છે.

Advertisement

મહિલાઓની પીડા સમજવામાં મમતા સરકાર સદંતર નિષ્ફળ રહી છે. મહિલાઓ પ્રત્યે સંવેદનહીન બનેલી મમતા સરકારને શાસનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ વિરોધ પ્રદર્શનમાં કર્ણાવતી મહાનગર ભાજપના મહિલા મોર્ચાના કાર્યકર્તાઓ દ્વારા " સંદેશખાલી કી મહિલાએ કર રહી થી પુકાર, ફિર ભી કુંભકર્ણ બન ચૂકી થી મમતા સરકાર " તથા " જો મહિલાઓ કે પીડા સમજના પાઈ , વહ કીસ મૂંહ સે મહિલા મુખ્યમંત્રી કહને આઈ " જેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.

Advertisement

આ TMC ના નેતા વિરોધ પ્રદર્શનમાં કર્ણાવતી મહાનગર ભાજપાના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ પી શાહ, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ, મહાનગરના પ્રભારી અને પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગભાઈ દાણી, મહાનગરના ધારાસભ્યો અને મહિલા મોરચાના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.

અહેવાલ - સચિન કડિયા 

આ પણ વાંચો -- Amreli Congress Crisis: અમરેલીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો ધરતીકંપ

Tags :
Advertisement

.