બનાવટી ડોક્યુમેન્ટનાં આધારે વાહનની લોન કેન્સલ અને એડ્રેસ ચેન્જ કરાવનાર RTO એજન્ટ ઝડપાયા
અમદાવાદમાં એજન્ટ પ્રથા માત્ર કહેવા પુરતી બંધ થઈ હોય તેવી સ્થિતી સર્જાઈ છે. જેમાં બે એજન્ટોએ મળીને એક ગાડીને લોન કેન્સલ અને અન્ય કામગીરી કરાવવા માટે મૂળ માલિકનાં ઘરનું બોગસ લાઈટ બિલ બનાવી આરટીઓમાં જમા કરાવી દીધું. જોકે તપાસમાં બોગસ ડોક્યુમેન્ટ હોવાનું ખુલતા મોટર વાહન નિરીક્ષકે ફરિયાદ નોંધાવતા બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. રાણીપ પોલીસે ગ્યાસપુરનાં વસીમ કછોટ અને ફતેવાડીના
અમદાવાદમાં એજન્ટ પ્રથા માત્ર કહેવા પુરતી બંધ થઈ હોય તેવી સ્થિતી સર્જાઈ છે. જેમાં બે એજન્ટોએ મળીને એક ગાડીને લોન કેન્સલ અને અન્ય કામગીરી કરાવવા માટે મૂળ માલિકનાં ઘરનું બોગસ લાઈટ બિલ બનાવી આરટીઓમાં જમા કરાવી દીધું. જોકે તપાસમાં બોગસ ડોક્યુમેન્ટ હોવાનું ખુલતા મોટર વાહન નિરીક્ષકે ફરિયાદ નોંધાવતા બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.
રાણીપ પોલીસે ગ્યાસપુરનાં વસીમ કછોટ અને ફતેવાડીનાં રીયાઝ મંસૂરી નામનાં બે શખ્સોની આ ગુનામાં ધરપકડ કરી છે. બન્ને આરોપીઓએ ભેગા મળી બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરીને આરટીઓમાં વાહનની કામગીરી માટેની એપ્લીકેશનમાં લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવાની કામગીરી કરી હતી. જેમાં આરોપીઓએ લાઈટ બીલ અપલોડ કર્યું હતું. જે લાઈટ બીલની ખરાઈ મોટર વાહન નિરીક્ષકે કરતા તે બનાવટી હોવાની જાણ થતા અમર વ્યાસ નામનાં મોટર વાહન નિરીક્ષકે રાણીપ પોલીસ મથકે બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે એક ટ્રક જે એક ગ્રાહકે હપ્તા ન ભરતા બેંક દ્વારા સીઝ કરવામાં આવી હતી. જે વાહન એક વ્યક્તિને વેંચવામાં આવ્યું હતું. જેમાં લોન કેન્સલ તેમજ એડ્રસ ચેન્જ કરવા માટે મૂળ માલિકનાં ડોક્યુમેન્ટની જરૂર હોય છે. પરંતુ મૂળ માલિકની ગાડી બેંકે સીઝ કરી હોવાથી તે મંજૂરી ન આપે તેવી બાબતને લઈને વાહન ખરીદનારે આ કામગીરી આરોપીઓને 60 હજાર રૂપિયામાં સોંપી હતી.જેથી આરોપીઓએ લાઈટ બિલની કંપનીના સાઈટ પરથી ઈ -બિલ ડાઉનલોડ કરી તેમાં ચેડા કરી બોગસ બિલ બનાવ્યું હતું.
મહત્વનું છે કે વારંવાર આરટીઓનાં એજન્ટોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે છતાંય જાણે કે આરટીઓમાં એજન્ટ પ્રથાએ પગપેસારો કરી લીધો હોય તેવુ ખુલવા પામે છે. આ કેસમાં રાણીપ પોલીસે બન્ને આરોપીઓએ આ અગાઉ આ પ્રકારે કોઈ બોગસ ડોક્યુમેન્ટનાં આધારે RTO ના કામ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
Advertisement