Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Prohibition Act : આવો ભેદભાવ કેમ, દેશી દારૂ મોંઘો કર્યો અને વિદેશી હજુ સસ્તો

Prohibition Act : 1960થી ગુજરાત રાજ્યમાં નશાબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ નશાના વેપાર પર એકપણ સરકાર કડક હાથે કામ લઈ શકી નથી.ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો (Prohibition Act) અને તંત્રની કામગીરી હંમેશા ચર્ચામાં રહે છે.આ વખતે ગૃહ વિભાગે Prohibition Act માં...
prohibition act   આવો ભેદભાવ કેમ  દેશી દારૂ મોંઘો કર્યો અને વિદેશી હજુ સસ્તો
Advertisement

Prohibition Act : 1960થી ગુજરાત રાજ્યમાં નશાબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ નશાના વેપાર પર એકપણ સરકાર કડક હાથે કામ લઈ શકી નથી.ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો (Prohibition Act) અને તંત્રની કામગીરી હંમેશા ચર્ચામાં રહે છે.આ વખતે ગૃહ વિભાગે Prohibition Act માં કરેલો એક પરિપત્ર ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.  દારૂના બેફામ ધંધા ચલાવીને લાખો કમાતા ખાખીધારીઓ સામે કાર્યવાહી કરવા ગૃહ વિભાગે એક પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ કે પરિપત્રમાં ભેદભાવ કેમ, કોને ફાયદો થયો છે અને કોને નુકસાન. વાંચો આ અહેવાલમાં...

Advertisement

દેશી-વિદેશી દારૂની કિંમતને લઈને શું છે પરિપત્ર ?

ગુજરાતમાં દારૂ સહિતના નશીલા પદાર્થોની બદી ડામવામાં પોલીસ વિભાગના ઉદાસીન, નિષ્ફળ તેમજ બિન કાર્યક્ષમ અધિકારી/કર્મચારી સામે ખાતાકીય પગલાં લેવા એક નવો પરિપત્ર થયો છે. વર્ષો અગાઉ થયેલા પરિપત્રમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગે (Home Department Gujarat) દેશી દારૂ અને વિદેશી દારૂ (IMFL) ની કિંમતમાં વધારો કર્યો છે. ગણનાપાત્ર કેસમાં હવેથી દેશી દારૂની કિંમત 1 લાખ રૂપિયા હોવી જોઈએ. દેશી દારૂની કિંમત પ્રતિ લીટર 200 રૂપિયા અને વૉશની કિંમત પ્રતિ લીટર 25 રૂપિયા નિર્ધારિત કરાઈ છે. જ્યારે વિદેશી દારૂ/નશીલા પદાર્શમાં 2.50 લાખ રૂપિયા હોવી જોઈએ. અત્રે નોંધનીય છે કે, અગાઉ દેશી દારૂ માટે 15 હજાર રૂપિયા (દેશી દારૂ 20 રૂપિયા અને વૉશના 2 રૂપિયા પ્રતિ લીટર ) અથવા  વિદેશી દારૂ માટે 25 હજાર રૂપિયા કિંમત નક્કી થઈ હતી.

Advertisement

સુધારાથી દેશી દારૂના કેસમાં નુકસાન

ગૃહ વિભાગના પરિપત્ર (Circular Home Department) થી પોલીસ અને બુટલેગરો બંનેને નુકસાન થવા જઈ રહ્યું છે. બે દસકા અગાઉ નિર્ધારિત થયેલા ભાવ અનુસાર 750 લીટર દેશી દારૂ પકડાય ત્યારે પ્રતિ લીટરે 20 રૂપિયા અનુસાર 15 હજારે ગણનાપાત્ર કેસ કહેવાતો. નવા પરિપત્ર મુજબ હવે જો, 500 લીટર દેશી દારૂ મળી આવે તો કવૉલિટી કેસ ગણવામાં આવશે.

આ પણ  વાંચો -રાજકીય પક્ષોના દાન કૌભાંડ કેસમાં CID Crime કેમ ઉંધા માથે પટકાઈ ?

વિદેશી દારૂના કેસમાં ફાયદો, ભ્રષ્ટાચારીઓ ખુશ

બે દસકા બાદ જાગેલી ગુજરાત પોલીસ (Gujarat Police) અને ગૃહ વિભાગે દેશી દારૂનો ભાવ (Country Liquor Price) દસ ગણો વધારવાનું નક્કી કર્યું છે. દારૂબંધીને મજબૂત કરવા માટે ગુજરાત સરકાર અગાઉ પણ પ્રયાસો કરી ચૂકી છે. Prohibition Act ના નામે ખિસ્સા ભરતા અધિકારીઓ સામે પગલાં લેવા ગૃહ વિભાગે દેશી દારૂમાં તો ભાવ વધારી દીધો, પરંતુ વિદેશી દારૂમાં બે દસકા જૂનું ભાવપત્રક હજુ અમલમાં છે. વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો હાલ ભ્રષ્ટાચારીઓ માટે ચિંતાનો વિષય નથી. વિદેશી દારૂના જથ્થાની કિંમતમાં 25  હજારના સ્થાને સીધી 10 ગણી રકમ 2,50,000 કરી દેવામાં આવતા વહીવટદારો ઝૂમી ઉઠ્યા છે.

પરિપત્ર બાદ બુટલેગરોને વહીવટદારોની સૂચના

સોશિયલ મીડિયામાં પરિપત્ર ફરતો થતાંની સાથે જ સૌથી પહેલાં પોલીસ વિભાગના વહીવટદારોએ તેનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. વહીવટદારોની સિન્ડીકેટે મીટિંગ ગોઠવી દેશી દારૂ અને વિદેશી દારૂના કેસોમાં થતાં નુકસાન-ફાયદાની ચર્ચાઓ પણ કરી હતી. દેશી દારૂના ધંધાર્થીઓને એક સ્થળે 300-350 લીટરથી વધુ દારૂ રાખવો નહીં તેવી સૂચનાઓ બુટલેગરોને (Instruction to Bootleggers) આપી દીધી છે.  દેશી દારૂનો મોટો જથ્થો હોય તો તેને એક સ્થળે સંગ્રહ કરવાના બદલે વિભાજિત કરી જુદાજુદા સ્થળોએ રાખવા પણ સૂચના અપાઈ છે.

વિદેશી દારૂમાં ભાવ વધારો આવશે ?

20 વર્ષે દેશી દારૂમાં 10 ગણો ભાવ વધારો કરનારી ગુજરાત સરકાર (Gujarat Government) વિદેશી દારૂમાં ભાવ વધારો કેમ કરતી નથી તેવી ચર્ચા પોલીસ બેડામાં ઊઠી છે. આજે લગભગ તમામ બ્રાન્ડના વિદેશી દારૂની કિંમતમાં ત્રણથી પાંચ ગણો વધારો થઈ ગયો છે, પરંતુ ગુજરાત પોલીસના ચોપડે 20 વર્ષ જૂના ભાવ જ ચાલે છે. પોલીસ  પોલીસ અધિકારીઓમાં એક ચર્ચા છે કે, દેશી દારૂ બાદ હવે વિદેશી દારૂ (Indian Made Foreign Liquor) ની કિંમતમાં નજીકના સમયમાં વધારો થવાનો છે.
Tags :
Advertisement

Trending News

.

×