Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather forecast : 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ, આ જિલ્લાઓમાં પણ મેઘરાજા થશે મહેરબાન!

Weather forecast : આજે ભારત સહિત વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની (International Yoga Day) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં વરસાદી વાતાવરણ પણ જોવા મળ્યું છે. ગુજરાતમાં (Gujarat) છેલ્લા 24 કલાક દરમિયાન 35 તાલુકામાં વરસાદ પડ્યો...
weather forecast   24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ  આ જિલ્લાઓમાં પણ મેઘરાજા થશે મહેરબાન

Weather forecast : આજે ભારત સહિત વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની (International Yoga Day) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં વરસાદી વાતાવરણ પણ જોવા મળ્યું છે. ગુજરાતમાં (Gujarat) છેલ્લા 24 કલાક દરમિયાન 35 તાલુકામાં વરસાદ પડ્યો છે. માહિતી મુજબ, વલસાડનાં (Valsad) કપરાડામાં દોઢ ઇંચ, ખેડાનાં (Kheda) નડિયાદમાં દોઢ ઇંચ અને અનેક તાલુકાઓમાં અડધાથી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

Advertisement

24 કલાકમાં 35 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. માહિતી મુજબ, વલસાડ જિલ્લાના કપરાડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં (Nadiad) પણ 1.5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. ઉપરાંત, રાજ્યનાં અનેક જિલ્લામાં અડધાથી 1 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, આજે એટલે કે 21 જૂનનાં રોજ રાજ્યનાં જુનાગઢ (Junagadh), અમરેલી (Amreli), ગીર સોમનાથ, ભાવનગર, દીવ, સુરત (Surat), તાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

Advertisement

વલસાડના કપરાડામાં દોઢ ઇંચ વરસાદ

આ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી

ઉપરાંત, હવામાન વિભાગની આગાહી ( Weather forecast ) મુજબ, 22 અને 23 જૂનના રોજ અમરેલી, ભાવનગર (Bhavnagar), ગીનર સોમનાથ, દીવ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત અરવલ્લી, મહીસાગર (Mahisagar), દાહોદ, છોટા ઉદેપુર (Chhota Udepur) સહિતનાં જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

Advertisement

આ પણ વાંચો - Monsoon : રાજ્યમાં આજથી મેઘરાજા બોલાવશે ધબડાટી…

આ પણ વાંચો - Tourists Stuck in Sikkim : તમામ પ્રવાસીઓનું સફળ રેસક્યૂ, ગુજરાત પરત આવતા પરિવારમાં ખુશી

આ પણ વાંચો - Weather Report : વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ, હવે હવામાન વિભાગે કરી આ આગાહી

Tags :
Advertisement

.