Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ

ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 8મી આવૃત્તિ 'માનવતા માટે યોગ' થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ગુજરાત સાયન્સ સિટી ખાતે યોગના મહત્વને પ્રાધાન્ય આપવાના હેતુથી  વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.  આયુષ મંત્રાલયે 21 જૂન, 2022ના રોજ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં આયોજિત 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 માટે આ થીમની પસંદગી કરી હતી.21 જૂન 2022ના રોજ ગુજર
ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ
Advertisement
ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 8મી આવૃત્તિ "માનવતા માટે યોગ" થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ગુજરાત સાયન્સ સિટી ખાતે યોગના મહત્વને પ્રાધાન્ય આપવાના હેતુથી  વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.  આયુષ મંત્રાલયે 21 જૂન, 2022ના રોજ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં આયોજિત 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 માટે આ થીમની પસંદગી કરી હતી.
21 જૂન 2022ના રોજ ગુજરાત સાયન્સ સિટી ખાતે નેચર પાર્કમાં સવારે 7 થી 9 દરમિયાન યોગ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ  ઉત્સાહભેર ભાગ લઈ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઈન્ડિયા’ના સંકલ્પને સાર્થક કર્યો હતો. સાયન્સ સિટીના અધિકારીઓ અને સભ્યો પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયાં હતા. 
 
કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર પછી વિવિધ પ્રાણાયામ (અનુલોમ-વિલોમ, નાડી શોધ, વગેરે) અને યોગાસન ચક્રાસન, ભુજંગાસન, વગેરે જેવાં યોગસનો પણ કર્યા છે. યોગ કરવાના ઘણાં ફાયદા છે.તંદુસ્ત જીવન શૈલી માટે, રોગ નિવારણ માટે આજે વૈશ્વિક સ્તરે યોગની નામના થઇ છે. 
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત સાયન્સ સિટી જનસમુદાયને વિજ્ઞાન સાથે જોડાવા પ્રયત્નશીલ છે. વૈજ્ઞાનિક અભિગમ કેળવી શરીર વિજ્ઞાનને પણ મહત્વ આપતા સાયન્સ સિટી ખાતે વિશાળ જગ્યામાં પથરાયેલ નેચર પાર્કમાં ખાસ યોગ સ્પેસ પણ  બનાવવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે CID ક્રાઇમ સામે જ કરી દીધા ગંભીર આરોપ

featured-img
એક્સક્લુઝીવ

Gujarat : માતા કરતા મોબાઈલ વહાલો, સર્વેમાં ચોંકાવનારો થયો ઘટસ્ફોટ

featured-img
Top News

Ahmedabad : એક્ટિવા ચાલકને હેલમેટ વગર વાહન ચલાવવું ભારે પડ્યું

featured-img
Top News

Ahmedabad Police : અમદાવાદની પોલીસ કારનો હરિયાણામાં થયો ભયંકર અકસ્માત, 3ના ઘટના સ્થળે મોત

featured-img
Top News

Gujarati Top News : આજે 26 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
Top News

Ahmedabad: બાપુનગરમાં યુવકની હત્યા, પોલીસ બેદરકારીનો વીડિયો થયો વાયરલ

Trending News

.

×