Kheda : નડિયાદ કલેક્ટર કચેરીમાં મોડી રાતે વિકરાળ આગ, દસ્તાવેજ સહિત માલસમાન બળીને ખાખ
ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ કલેક્ટર કચેરીમાં ગઈકાલે મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. કચેરીના બીજા માળે અચાનક આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની (Nadiad Fire Brigade) ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હોતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા કાર્યવાહી હાથ ધરી હતી. કલાકોની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ, કચેરીમાં રાખેલ જરૂરી દસ્તાવેજો સહિત અન્ય માલસામાન બળીને ખાખ થયો હતો.
ફાયરે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
ખેડા (Kheda) જિલ્લાની નડિયાદ કલેક્ટર કચેરીના બીજા માળે ગત મોડી રાતે વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી. નડિયાદ પ્રાંત અધિકારીની ઓફિસના (Nadiad Collectorate) બાજુમાં આવેલ રૂમમાં આ આગ લાગી હતી. આગ લાગતા અફરાંતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડના બે વોટર બ્રાઉઝર સહિત રેસક્યું ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી ને આગને વધુ પ્રસરતા અટકાવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
કોઈ જાનહાનિ નહીં, દસ્તાવેજ અને માલસામનને નુકસાન
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ, કચેરીમાં રાખેલ જરૂરી દસ્તાવેજો સહિત અન્ય માલસામાન બળીને ખાખ થયો હતો. આગના બનાવની જાણ થતાં ખેડા જિલ્લા નાયબ કલેક્ટર (Kheda District Deputy Collector) અને નડિયાદ પ્રાંત અધિકારી, નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓ કચેરીએ દોડી આવ્યા હતા. આ સાથે નડિયાદ MGVCLની ટીમ પણ આવી પહોંચી હતી.
આ પણ વાંચો - VADODARA : પ્લાસ્ટીકના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ
આ પણ વાંચો - Vadali blast : વડાલી બ્લાસ્ટ કેસમાં પાર્સલ આપનારા સુધી પહોંચી પોલીસ
આ પણ વાંચો - VADODARA : જોય ઇ-બાઇક કંપની ભીષણ આગની લપેટમાં