Kheda : 'લૂંટ વિથ મર્ડર' કેસમાં 48 કલાકમાં જ 4 ની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!
- Kheda નાં કપડવંજનાં મલકાણા ગામ નજીક લૂંટ વિથ મર્ડરની ઘટના
- પોલીસે ઘટનાનાં 48 કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા
- યુપીથી આઇસર ટ્રક લઈને લૂંટનાં ઇરાદે ગુજરાત આવ્યા હતા ચારેય આરોપી
ખેડા જિલ્લામાં (Kheda) વાસી ઉતરાયણનાં દિવસે લૂંટ વિથ મર્ડરનો ગુનો બન્યો હતો. કપડવંજ તાલુકાનાં મલકાણા ગામની સીમમાં હોટેલનાં કમ્પાઉન્ડમાં એક કન્ટેનરની કેબિનમાં ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો હતો. આરોપી ટ્રકચાલકને ગંભીર રીતે માર મારી ઇજા પહોંચાડી તેમ જ કન્ટેનરમાંથી માલ સામાનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ લૂંટ વિથ મર્ડરની ઘટનામાં જિલ્લા પોલીસ દ્વારા ઘટનાનાં 48 કલાકમાં જ ડિટેક્શન કરાયું હતું. પોલીસે 4 આરોપીઓને અમદાવાદ બાવળા હાઇવે પરથી પકડી રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Khyati Hospital Kand : કાર્તિક પટેલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું, આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ!
ટ્રક ડ્રાઇવરને બંધક બનાવી હત્યા કરી લૂંટ કરી હતી
માહિતી અનુસાર, દિલ્હીથી (Delhi) બંધ બોડીની કન્ટેનરમાં સિલિંગ ફેનનો જથ્થો ભરી ડ્રાઇવર દેવેન્દ્રસિંહ નિરંજન સિંહ મુંબઈ (Mumbai) ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો. ગત 15 મી જાન્યુઆરીના રોજ વહેલી સવારનાં મોડાસા લાડવેલ રોડ પર આવેલ મલકાણા ગામ પાસે પહોંચતા ડ્રાઇવર ત્યાં આવેલી એક હોટેલ પર ગયો હતો. દરમિયાન, લુંટારું ગેંગ પણ ત્યાં આવી પહોંચી હતી અને ડ્રાઇવર દેવેન્દ્રસિંહને બંધક બનાવ્યો હતો. જો કે, પ્રતિકાર કરનાર ટ્રકચાલક દેવેન્દ્રસિંહની લૂંટારું ગેંગે હત્યા કરી હતી. ત્યાર બાદ લૂંટારું ગેંગે બંધ બોડીની કન્ટેનરનાં પાછળનાં ભાગે ભરેલ અંદાજિત રૂપિયા 2.85 લાખની કિંમતનાં સિલિંગ ફેનની લૂંટ કરી સાથે લાવેલ વાહનમાં ભરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે કપડવંજ ગ્રામ્ય પોલીસે (Kapadvanj Police) લૂંટ વિથ મર્ડરનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Ahmedabad : રાણીપમાં ગેરકાયદેસરનું મકાન તોડવા ગયેલી AMC-પોલીસની ટીમ પર જીવલેણ હુમલો!
અમદાવાદનાં બાવળા હવે પરથી આરોપીઓ ઝડપાયા
જિલ્લા પોલીસવાળાનાં (Kheda Police) માર્ગદર્શન હેઠળ ઘટનાનાં 48 કલાકમાં જ ગુનાનું પગેરું મેળવી લીધું હતું. પોલીસે આરોપીઓને અમદાવાદ (Ahmedabad) બાવળા હવે પરથી આઇસર સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ ઇસરાર વસિયત ખાન ત્યાગી, વસીમ તુફેન મુસ્લિમ, સહજાદ મુનને કલઆ અને શહેજાદ અખ્તર (તમામ રહે. ઉત્તર પ્રદેશ) તરીકે થઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસની પૂછપરછમાં આ લૂંટારો ગેંગ યુપીથી આઇસર ટ્રક લઈને લૂંટનાં ઇરાદે ગુજરાતમાં આવી હતી. આ બનાવમાં લૂંટ પહેલા આરોપીઓએ ચાલક અને કન્ટેનરને રેકી કરાઈ હતી. જિલ્લા પોલીસવળા રાજેશ ઘડિયાએ જણાવ્યું હતું કે, ગુનાની ગંભીરતા સમજી LCB, SOG, સ્થાનિક પોલીસ સહિત 7 ટીમો બનાવી ગ્રાઉન્ડ ઝીરોથી કામગીરી કરાઈ હતી. ખેડા જિલ્લાને જોડતા આસપાસનાં જિલ્લાના તેમ જ રાજસ્થાનનાં મળી અંદાજે 200 થી વધુ CCTV કેમેરા ચકાસ્યા હતા. હવે, આરોપીનાં રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.
અહેવાલ : કૃષ્ણા રાઠોડ, ખેડા
આ પણ વાંચો - Ahmedabad : દબાણ મુદ્દે MLA અમિત શાહ લાલઘૂમ! ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો કટાક્ષ!