Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય છતાં પ્રમુખ કોંગ્રેસના બનશે, મહિલા અનામત બેઠકના કારણે જશીબેનને મળશે પ્રમુખપદ

કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપનો મોટો વિજય થયો છે. કુલ 26 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો જીતી છે. કોંગ્રેસને 6 અને અપક્ષને 2 બેઠકો મળી છે. પરંતુ ભાજપની ખુશી ટૂંકા ગાળાની સાબિત થઈ છે.
કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય છતાં પ્રમુખ કોંગ્રેસના બનશે  મહિલા અનામત બેઠકના કારણે જશીબેનને મળશે પ્રમુખપદ
Advertisement
  • કપડવંજ તાલુકા પંચાયતમાં સત્તાનું નવું સમીકરણ!
  • પ્રમુખ પદની બેઠક અનુસૂચિત મહિલા માટે અનામત
  • ભાજપના 18 સભ્યોમાંથી એકેય રોસ્ટર પ્રમાણે નહીં
  • કોંગ્રેસના સભ્ય જશીબેન વણકર બની શકે છે પ્રમુખ
  • તેલનાર તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયા જશીબેન

કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપનો મોટો વિજય થયો છે. કુલ 26 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો જીતી છે. કોંગ્રેસને 6 અને અપક્ષને 2 બેઠકો મળી છે. પરંતુ ભાજપની ખુશી ટૂંકા ગાળાની સાબિત થઈ છે. તાલુકા પંચાયતના પ્રમુખની બેઠક રોટેશન મુજબ અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત છે. તેલનારની બેઠક પરથી કોંગ્રેસના જશીબેન કાનજીભાઈ વણકર ચૂંટાયા છે. તેઓ જ પ્રમુખ બની શકે તેમ છે.

સંપૂર્ણ બહુમતિ છતાં ભાજપ પ્રમુખ પદથી દૂર રહેશે

ભાજપે લાંબા સમય બાદ કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયત જીતી છે. આ ચૂંટણી ખૂબ રસાકસીભરી રહી હતી. બંને પક્ષોએ જીત માટે ભારે મહેનત કરી હતી. ભાજપે સત્તા મેળવવા માટે પૂરી તાકાત લગાવી હતી. કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખવા પ્રયાસ કર્યા હતા.

Advertisement

ભાજપને 18, કોંગ્રેસને 6, અપક્ષને 2 બેઠક મળી છે

હવે રાજકીય ગરમાગરમી વધવાની શક્યતા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખપદ કોંગ્રેસને મળે તે પક્ષને પચાવવું મુશ્કેલ છે. ભાજપ આ સ્થિતિ બદલવા માટે પ્રયાસો કરી રહી હોવાનું જાણવા મળે છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી વખતે સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી

Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

Vikram Thakor : 'મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં ?'

featured-img
ગાંધીનગર

Staff Nurse ની વિવાદિત આન્સર કીનો વિવાદ ઠર્યો નથી ત્યાં ફાઈનલ આન્સર કી જાહેર!

featured-img
રાષ્ટ્રીય

એકતાનો પ્રતીક છે આ તહેવાર...' PM મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છા

featured-img
ગાંધીનગર

Holi 2025 : કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે હોળી પર્વ નિમિત્તે નાગરિકોને કરી આ ખાસ અપીલ

featured-img
અમદાવાદ

Holika Dahan 2025 : થલતેજમાં CM ભૂપેન્દ્ર પટેલ વૈદિક હોલિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

featured-img
રાષ્ટ્રીય

Delhi : હોળી પહેલા જ વરસાદ, ભારે પવન સાથે બરફના પડ્યા કરા

×

Live Tv

Trending News

.

×