Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather Forecast : 24 કલાક રાજ્ય માટે ભારે! આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

Weather Forecast : ગુજરાતમાં (Weather Forecast) કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની (unseasonal rain) આગાહી હવામાન વિભાગ (weather department) દ્વારા કરવામાં આવી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છેદક્ષિમ,ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે.તેમજ બનાસકાંઠા,ભરૂચ,સુરત,ભાવનગર,અમરેલી, ગીરસોમનાથમાં...
weather forecast   24 કલાક રાજ્ય માટે ભારે  આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

Weather Forecast : ગુજરાતમાં (Weather Forecast) કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની (unseasonal rain) આગાહી હવામાન વિભાગ (weather department) દ્વારા કરવામાં આવી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છેદક્ષિમ,ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે.તેમજ બનાસકાંઠા,ભરૂચ,સુરત,ભાવનગર,અમરેલી, ગીરસોમનાથમાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે.

Advertisement

લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા

ગુજરાતના (Weather Forecast ) મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન (temperature) 41 ડિગ્રી સુધી પહોંચ્યું છે. લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં (cyclonic circulation)સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિમ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, (Saurashtra)કચ્છમાં વરસાદની આગાહી છે.તેમજ બનાસકાંઠા, ભરૂચ, સુરત (Surat), ભાવનગર, અમરેલી(Amreli), ગીરસોમનાથમાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે.

Advertisement

અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા

ગઇકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસી વરસાદ પડ્યો હતો. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું હતુ. જ્યારે એની સાથે જ વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વાવાઝોડામાં કમોસમી છાંટા પડ્યા હતા. હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. વિરમગામ માંડલ રોડ પર ભારે પવનથી દુકાનનું બોર્ડ રસ્તા પર ઉડીને પડ્યું હતુ. જોકે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો.

Advertisement

આંબાના પાકને વ્યાપક નુકશાનની ભીતી

કમોસમી વારસાદ (Unseasonal rains)થી આંબાના પાકને વ્યાપક નુકશાનની ભીતી વચ્ચે ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. પોતાના પાકના આમ નજર સામે સડતો જોઈ જગતના તાતને મોટા નુકાસનનો ભાર સહેવો પડશે. ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી સહિતના ગામોમાં પણ ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. ધારી સાથે કચ્છમાં પણ ભારે તોફાન સાથે વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, તોફાની વરસાદના પગલે અંજારમાં સભા મંડપમાં પાણી-પાણી થઈ ગયું હતું. મળતી વિગતો પ્રમામે સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પાણી ભરાયા ગયા હતા. નોંધનીય છે કે, વરસાદને પગલે ભાવિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ  પણ  વાંચો - Gujarat Unseasonal rains: ગુજરાતમાં ઠેર ઠેર અણધાર્યા માવઠા, કમોસમી વરસાદથી જગતનો તાત પરેશાન

આ  પણ  વાંચો - Weather Forecast : આકરી ગરમી વચ્ચે આજે અહીં પડશે માવઠું! જાણો હવામાનની આગાહી અને તાપમાન વિશે

આ  પણ  વાંચો - VADODARA : SSG હોસ્પિટલના કેન્ટીન સુધી જતા લોકોમાં કચવાટ

Tags :
Advertisement

.