Rain in Gujarat : La nina ની અસરથી રાજ્યમાં પડશે અનરાધાર વરસાદ! અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ
Rain in Gujarat : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે આવનારા બે દિવસમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે એવી આગાહી કરવામાં આવી છે. હવામાન જાણકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) 17 થી 24 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, નદી-નાળા છલકાઇ જાય તેવો ધોધમાર વરસાદ રાજ્યનાં કેટલાક ભાગોમાં પડી શકે છે.
Gujarat રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી | Gujarat First@IMDWeather @IMDAHMEDABAD #GujaratRain #gandhinagar #HeavyRainfall #WeatherAlert #RainForecast #GujaratWeather #Monsoon2024 #RainySeason #FloodWarning #StaySafeGujarat #HeavyDownpour #LaNinaEffect #OrangeAlert… pic.twitter.com/fujV3Hknve
— Gujarat First (@GujaratFirst) July 10, 2024
આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, લા નીનાની અસરથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. 17 થી 24 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે, જેના કારણે નદી-નાળા છલકાઇ જશે. બીજી તરફ હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરતા જણાવ્યું કે, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Rain in Gujarat) છે. સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) અને શિયર ઝોન સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી છે. બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
Gandhinagar: CM ની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે | Gujarat First@Bhupendrapbjp @CMOGuj #gandhinagar #cmbhupendrapatel #CabinetMeeting #ChiefMinister #RainfallReview #TeacherRecruitment #GMERSFeeHike #PolicyDiscussion #GovernmentMeeting #GujaratCabinet #StatePolicies… pic.twitter.com/yaPgR6JnA1
— Gujarat First (@GujaratFirst) July 10, 2024
આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ
ઉપરાંત, રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આણંદ, વડોદરા (Vadodara), છોટાઉદેપુર, સુરત (Surat), ડાંગ, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી (Tapi), જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે બનાસકાંઠા (Banaskantha), પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર (Gandhinagar), અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મઘ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) છે. જણાવી દઈએ કે, આજે કેબિનેટની બેઠક (Cabinet Meeting) પણ મળવાની છે જેમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચો - Gujarat: આજે રાત્રે અમદાવાદમાં થશે ભારે વરસાદ, હવામાન જ્યોતિષ અંબાલાલની આગાહી
આ પણ વાંચો - Gondal શહેરમાં જળબંબાકાર, વાવણી પછી શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો - SABARKANTHA : PRANTIJ અને TALOD માં રાત્રે ધોધમાર વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાયો