Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્ષનું પહેલું Cyclone આ રાજ્યના દરિયાકાંઠે ટકરાશે! રાજ્ય સરકાર એલર્ટ

ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વર્ષના પહેલા ચક્રાવાતને લઈને એલર્ટ જાહેર કરી દીધું છે. વિભાગે જણાવ્યું છે કે, 6 મે આસપાસ સાઉથ-વેસ્ટ બંગાળની ખાડી પર એક સાઈક્લોનિક સર્ક્યૂલેશન બનાવવાની સંભાવના છે તેના કારણે તે વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનશે....
વર્ષનું પહેલું cyclone આ રાજ્યના દરિયાકાંઠે ટકરાશે  રાજ્ય સરકાર એલર્ટ

ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વર્ષના પહેલા ચક્રાવાતને લઈને એલર્ટ જાહેર કરી દીધું છે. વિભાગે જણાવ્યું છે કે, 6 મે આસપાસ સાઉથ-વેસ્ટ બંગાળની ખાડી પર એક સાઈક્લોનિક સર્ક્યૂલેશન બનાવવાની સંભાવના છે તેના કારણે તે વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનશે. જેની અસર આગામી 48 કલાક સુધી રહેશે. ચક્રાવાતી તોફાનની આશંકાને પગલે ઓડિશા સરકાર પણ એલર્ટ મોડમાં છે.

Advertisement

રાજ્ય સરકાર એલર્ટ
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું. 2 મે, 2019 ના રોજ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકેલા ચક્રવાત ફેનીને યાદ કરતાં પટનાયકે કહ્યું કે ઉનાળા દરમિયાન ચક્રવાતને ટ્રેક કરવું મુશ્કેલ છે.

તેમણે અધિકારીઓને સલાહ આપી કે જો જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સાયક્લોન શેલ્ટરમાં સ્થળાંતર કરો અને ચક્રવાત પછી રાહત અને પુનઃસ્થાપન કાર્યો માટે યોજના તૈયાર કરો. પટનાયકે મુખ્ય સચિવ પીકે જેનાને નિયમિતપણે પરિસ્થિતિની સમીક્ષા કરવા અને વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુને તમામ વિભાગો અને જિલ્લાઓ સાથે સંકલનમાં કામ કરવા જણાવ્યું હતું.

Advertisement

6 મે આસપાસ આવશે ચક્રવાત
ભુવનેશ્વર ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું કે, IMD એ અત્યાર સુધી કોઈ ચક્રાવાત ભવિષ્યવાણી નથી કરી. જણાવી દઈએ કે, 6 મેની આસપાસ સાઉથ વેસ્ટ બંગાળની ખાડી પર એક સાયક્લોનિક સર્ક્યૂલેશન બનવાની શક્યતા છે તેના કારણે તે વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનશે. જેની અસર આગામી 48 કલાક સુધી રહેશે.

'ઝીરો કૈઝ્યુલ્ટી' માટેની તૈયારી
મુખ્ય સચિવ પી.કે.જેનાએ જણાવ્યું હતું કે, જો રાજ્યમાં કોઈ ચક્રવાત આવે તો રાજ્ય 'ઝીરો કૈઝ્યુલ્ટી' સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું, "તમામ કલેક્ટરને આ સંદર્ભે એલર્ટ કરવામાં આવ્યા છે. સાયક્લોન શેલ્ટર તૈયાર છે અને શાળાની ઇમારતો સહિત સુરક્ષિત સ્થળોની પણ ઓળખ કરવામાં આવી છે."

Advertisement

કંટ્રોલરૂમ શરૂ

  • દરેક જિલ્લાઓમાં 24*7 કંટ્રોલ રૂમ પહેલાંથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. 18 દરિયા કિનારાના અને આસપાસના જિલ્લાના કલેક્ટરોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. NDRF ની કુલ 17 ટીમો અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 20 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
  • ગ્રામ્ય વિકાસ, આવાસ અને શહેરી વિકાસ, પંચાયતી રાજ અને પેયજળ વિભાગોને પુરતા પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહ્યું છે. જો રાજ્યમાં તોફાન આવશે તો સમારકામ માટે લોકો અને મશિનો સાથે તૈયાર છે. વન વિભાગને પણ માર્ગોની સફાઈ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : NCPમાં ઘમાસાણ, પવારના સમર્થનમાં અનેકના રાજીનામા

Tags :
Advertisement

.