Kutch : છેલ્લા 7 માસમાં 21 સગીરાનાં અપહરણ-દુષ્કર્મ, ગત વર્ષે 203 યુવતીઓનાં અપહરણ થયાં હતાં!
ગુજરાતભરમાં લવ જેહાદનાં કિસ્સાઓ સતત વધી રહ્યા છે. દરમિયાન, કચ્છમાં (Kutch) વિધર્મીઓ દ્વારા સગીર કન્યાનું અપહરણ કરવાના બનાવોમાં પણ વધારો થયો છે. છેલ્લા 7 માસમાં જ પશ્ચિમ કચ્છમાંથી 21 સગીરાઓનાં અપહરણ કરાયાંના કિસ્સોઓ પોલીસ ચોપડે નોંધાયા છે. જો કે, આ પૈકી 14 સગીરાઓની પરત લઇ આવવામાં પોલીસને સફળતા મળી છે. માત્ર જુલાઇ માસમાં 4 સગીરા સહિત 5 મહિલાઓનાં અપહરણ (Kidnapping of Minors) થયાં હતાં, જે પૈકી 5 સગીરાઓને આરોપીઓનાં ચુંગલમાંથી પોલીસે છોડાવીને ભોગબનારને તેના વાલીઓને સોંપી સરાહનીય કામગીરી કરી છે. ત્યારે હવે વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસે (West Kutch Police) ફરી એક વખત સરાહનીય કામગીરી કરી છે.
સગીર કન્યાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી દુષકર્મ કરવાનાં કિસ્સોઓ વધી જતાં અને તેમાંય વિધર્મી યુવકો દ્વારા સગીરાને ફાસાવી હોવાનું સામે આવતાં આ દુષણને અટકાવવા પશ્ચિમ કચ્છ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ તેજ કરી હતી. ભુજ, માંડવી (Mandvi), માધાપર, નખત્રાણા (Nakhtrana) પોલીસ મથકે દાખલ થયેલ અપહરણનાં કેસમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 19 મેના માંડવી પોલીસ મથકનાં દાખલ થયેલ પોક્સોના કેસમાં માંડવીનાં બાગ ગામે રહેતા રઝાક સિદ્દીક સુમરાને પકડી પાડી તેના કબજામાંથી સગીર કન્યાને છોડાવી હતી. ભુજ શહેર પોલીસ મથકનાં 31 મેના રોજ દાખલ થયેલા અપહરણ અને દુષ્કર્મ કેસમાં ભુજના BSF કેમ્પ પાછળ માલધારીનગરમાં રહેતા અભુભખર રમજુ સુમરાને પકડી પાડી તેના કબજામાંથી સગીરાને છોડાવી હતી.
પોલીસે કરિયાણા, શાકભાજી, મોબાઇલ દુકાનદાર બની વોચ ગોઠવી
આ ઉપરાંત, માધાપર પોલીસ મથકે 23 જૂનનાં નોંધાવાયેલ અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપી ઓસમાણ ગની સુલેમાન અભડા (રહે. ભખરિયા) ને સગીરા સાથે ઝુરા ગામના જંગલ વિસ્તારમાંથી પકડી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. જ્યારે 23 જૂનનાં સગીરાનું અપહરણ કરી જવાનાં કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે સુખપરના આરોપી સલીમ અબ્દુલ જુણેજાને છેક બિહાર (Bihar) રાજ્યનાં પંચકોકડી વિસ્તારમાંથી દબોચી લીધો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ (West Kutch Police) સાદા વેશમાં રહીને કરિયાણા, શાકભાજી, મોબાઇલની દુકાનો પર વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી સલીમ પોલીસના હાથે ચડી ગયો હતો. આરોપીનાં કબ્જામાંથી સગીરાને મુક્ત કરાવી હતી. ઉપરાંત, નખત્રાણા તાલુકાના કોટડા જડોદરની પરિણીત મહિલાને ભગાડી જનારા ઘડાણી ગામના આરોપી અનવર મામદ નોતિયારને પકડી પાડ્યો હતો. આમ પશ્ચિમ કચ્છ (Kutch) પોલીસની વિવિધ ટીમોએ અપહરણ-દુષ્કર્મના અલગ-અલગ બનાવોમાં 5 સગીર કન્યાઓને બચાવી આરોપીઓ વિરૂધ કાર્યવાહી કરી હતી.
અલગ અલગ રાજ્યોમાંથી ઝડપાયા આરોપીઓ
વર્ષ 2023 નાં 18 માસમાં 391 અપહરણ થયાં હતાં
પશ્ચિમ કચ્છમાં (Kutch) વર્ષ 2023 દરમિયાન 18 વર્ષથી વધુ ઉંમરની 203 યુવતીઓનાં અપહરણ થયા હતા, જે પૈકી 179 પરત મળી આવી હતી. જ્યારે 24 હજું પણ ગુમસૂદા છે. જ્યારે, 43 સગીર કન્યાઓનું અપહરણ થયું હતું, જેમાંથી પોલીસ 43 ને શોધી કાઢવામાં સફળ બની હતી. 2024 નાં જાન્યુઆરીમાં 18 વર્ષથી વધુની 13 યુવતીઓનું અપહરણ થયું હતું, જેમાં 9 મળી આવી હતી. જ્યારે 4 ની શોધખોળ હજું પણ થઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં પણ 18 યુવતીઓનું અપહરણ થયું હતું, જેમાં હજું સુધી એક જ પરત મળી છે. માર્ચ મહિમાં 24 પૈકી 18 પરત મળી છે. જ્યારે 6 હજું પણ ગુમ છે. એપ્રિલ માસમાં 15 માંથી 11 પરત મળી, જ્યારે 4 હજુ ગુમ છે. મે માસમાં 22 યુવતીઓના અપહરણ થયા, જેમાંથી 17 ને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે 5 ની શોધખોળ હાલ પણ ચાલુ છે. જુન મહિનાની વાત કરીએ તો 22 પૈકી 13 જ યુવતીઓ મળી આવી છે. જ્યારે 9 હજુ પણ ગુમ છે. જ્યારે 14 થી 18 વર્ષ અંદરની સગીરાઓમાં જાન્યુઆરી માસમાં 4 નું અપહરણ થયું હતું. એમાંથી 1 પરત આવી છે. ફેબ્રુઆરી માસમાં 1, માર્ચમાં 3 જેમાંથી 1 મળી હતી. એપ્રિલ માસમાં 6 સગીરાનું અપહરણ (Kidnapping of Minors) થયું, જેમાં 4 મળી આવી હતી. મે મહિનામાં 1નું અપહરણ થયું હતું, જે મળી આવી છે. જૂનમાં 7 સગીરાઓનું અપહરણ થયું હતું. જે પૈકી અત્યાર સુધી 3 મળી આવી છે, જ્યારે 4 સગીરાઓ હાલ પણ ગુમ છે. જુલાઇ માસ 9 તારીખ સુધી 4 સગીર કન્યાઓનાં અપહરણ થયા હતા, જેમાંથી 1 જ પરત મળી આવી છે.
આરોપીઓ સામે કચ્છ પોલીસની લાલ આંખ
સુખપરનો આરોપી સગીરાને બિહાર લઇ ગયો હતો
ભુજ (Bhuj) નજીકના મીરજાપર ગામેથી 16 વર્ષની સગીર કન્યાનું અપહરણ કરી સુખપરનો આરોપી બિહારનાં (Bihar) પંચકોકડી ગામે લઇ જઇને એક રૂમમાં ગોંધી રાખી હતી અને પોતે વેલ્ડિંગના કામમાં લાગી ગયો હતો. ભોગનાર સગીરા સુખરના સલીમ સાથે ભુજ ક્લાસીસ માટે આવતી હતી. ત્યારે બન્ને વચ્ચે મોબાઇલ ફોન નંબરની આપ-લે થઇ હતી, જેમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધા બાદ લગ્નની લાલચે અપહરણ કરી ગયો હતો.
સગીરાઓના અપહરણના કિસ્સામાં મોટા ભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય કેળવ્યા બાદ ફોટા અને નંબરની આપ-લે, તેમ જ આરોપીઓ સગીરાને મોબાઇલ ફોનના રિચાર્જ કરી આપી નિકટતા કેળવીને સાથે ફોટા પડાવી લઇ સબંધ રાખવા મજબૂર કરે છે અને પછી સગીરાઓનું અપહરણ કરી જાય છે. રાજસ્થાનનાં (Rajasthan) જુરહરાં પોલીસ સ્ટેશનમાં 29 જૂનના નોંધાયેલા અપહરણનાં કેસમાં પુખ્ત વયની મહિલાને ભગાડીને ભુજ આવેલા આરોપી સોયેબ ખરશીદ મીરાશી (રહે. જુરહરા તાલુકો કામા, રાજસ્થાન) ને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડ્યો હતો.
અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ
આ પણ વાંચો - Junagadh : ભેંસાણની ચોંકાવનારી ઘટના, એક સંતાનનો પિતા અપરિણિત દિકરીને ભગાડી ગયો અને પછી…
આ પણ વાંચો - Ahmedabad : નકલી પોલીસ બની પૈસા પડાવતા બે યુવકો ઝડપાયા
આ પણ વાંચો - ગુજરાતના બહુચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર!