Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mandvi beach: કચ્છ માંડવી બીચ બોટ ચેકિંગમાં થયો મોટો ઘટસ્ફોટ

Mandvi beach: હાલ, ગુજરાત રાજ્યમાં દુ:ખદ લહેર પ્રસરી છે. જેનું મુખ્ય કારણ વડોદરાના હરણી તળાવમાં બનેલી ગમગિન ઘટના છે. આ ઘટનામાં 12 માસૂમ ભૂલકાંઓ અને 2 શિક્ષિકાઓના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટના માટે સંપૂર્ણ રીતે જવાબદાર સરકારી અધિકારી અને...
mandvi beach  કચ્છ માંડવી બીચ બોટ ચેકિંગમાં થયો મોટો ઘટસ્ફોટ
Advertisement

Mandvi beach: હાલ, ગુજરાત રાજ્યમાં દુ:ખદ લહેર પ્રસરી છે. જેનું મુખ્ય કારણ વડોદરાના હરણી તળાવમાં બનેલી ગમગિન ઘટના છે. આ ઘટનામાં 12 માસૂમ ભૂલકાંઓ અને 2 શિક્ષિકાઓના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટના માટે સંપૂર્ણ રીતે જવાબદાર સરકારી અધિકારી અને શાળા તંત્રને માનવામાં આવી રહ્યું છે.

Advertisement

આ હત્યાકાંડમાં 18 આરોપીઓના નામ સામે આવ્યા છે. સરકાર દ્વારા આ કેસને લઈને 9 પોલીસ ટીમો તૈયાર કરવામાં આવી છે. ત્યારે તેમના દ્વારા આ તમામ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાવામાં આવી છે. તે ઉપરાંત CM Bhupendra Patel અને Home Minister દ્વારા વડોદરાના કલેક્ટરને 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

Advertisement

કચ્છના માંડવી પરથી બોટમાં સામે આવી બેદરકારી

ત્યારે ગુજરાત રાજ્યમાં આ ઘટનાને લઈને તંત્રની આંખ ઉઘડી છે. વિવિધ સ્થળો પર કડક તપાસ હાથ ધરવામાં આવી છે. તો કચ્છના માંડવી બીચ પર બોટ માલિકોની મનમાની જોવા મળી હતી. કચ્છના માંડવી બીચ પર બોટના નિયમોમાં બેદરકારી સામે આવી છે. ત્યારે માંડવી બીચ પર મામલતદાર અને પોલીસની ટીમ માંડવી બીચ પર પહોંચી હતી.

બીચ પર 16 બોટનું ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું

કચ્છના માંડલી બીચ પર રજીસ્ટ્રેશન વગરની કેટલીક બોટ ચલાવવામાં આવે છે. ત્યારે તમામ બોટ જપ્ત કરવાની કામગીરી તંત્રએ શરૂ કરી છે. તે ઉપરાંત લાઈફ જેકેટ વગર બોટમાં લોકોને બેસાડવામાં આવતા હતા. જો કે કુલ 16 બોટનું રજીસ્ટ્રેશન ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી. હાલમાં, પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Harani Tragedy : બાળકે છેલ્લા શબ્દોમાં શું કહ્યું ,જુઓ video

Tags :
Advertisement

Trending News

.

×