પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘને ભાવભરી વિદાય અપાઈ
ભુજ એસપી કચેરી ખાતે સૌરભ સિંઘને પોલીસ વિભાગ, નામી આગેવાનો દ્વારા લાગણી સભર રીતે પુષ્પવૃષ્ટિ સાથે વિદાય આપવામાં આવી હતી. તેમના ફરજ વિદાય પ્રસંગે સાથી પોલીસ કર્મીઓએ હ્રદય પૂર્વક શુભેચ્છાઓ પાઠવી ભાવુક બનતા લાગણી સભર દૃશ્યો સર્જાયા હતા. પશ્ચિમ કચ્છ...
Advertisement
ભુજ એસપી કચેરી ખાતે સૌરભ સિંઘને પોલીસ વિભાગ, નામી આગેવાનો દ્વારા લાગણી સભર રીતે પુષ્પવૃષ્ટિ સાથે વિદાય આપવામાં આવી હતી. તેમના ફરજ વિદાય પ્રસંગે સાથી પોલીસ કર્મીઓએ હ્રદય પૂર્વક શુભેચ્છાઓ પાઠવી ભાવુક બનતા લાગણી સભર દૃશ્યો સર્જાયા હતા.
પશ્ચિમ કચ્છ વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસવડા તરીકે ફરજ બજાવતા IPS અધિકારી સૌરભ સિંઘને કેન્દ્ર સરકારમાં ડેપ્યુટ કરીને દેશની પ્રીમિયર ઇન્ટેલિજન્સ એજન્સી રૉમાં સિનિયર એક્ઝિક્યુટિવ કેડરમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
જિલ્લાના પશ્ચિમ વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસવડા તરીકે ફરજ બજાવતા સૌરભ સિંઘ સાફ છબી ધરાવતા અને અનુશાસનમાં વિશ્વાસ રાખતા અધિકારી છે જે બદલ તેઓ પ્રજા અને પોલીસ સર્વેમાં સન્માન ધરાવે છે. આજ કારણે તેમના વિદાય સમારોહ પ્રસંગે પોલીસ વિભાગ સિવાયના પ્રતિષ્ઠિત લોકો અને મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
અહેવાલ -કૌશિક છાયા.ક્ચ્છ