World Yoga Day : માધાપરના કારીગરે 25 દિવસમાં 400 વર્ષ જૂની રોગાન કળાથી 'વિશ્વ યોગ દિવસ'નો લોગો કંડાર્યો
Kutch : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વર્ષ 2014 માં સંયુક્ત રાષ્ટ્રનાં સંબોધનમાં 21 જૂનની તારીખ 'વિશ્વ યોગ દિવસ' (World Yoga Day) તરીકે સૂચવી હતી અને ત્યારબાદ દર વર્ષે 21 જૂને 'વિશ્વ યોગ દિવસ' ઊજવવામાં આવે છે. આ દિવસે ભુજ (Bhuj) તાલુકાનાં માધાપર ગામનાં રોગાન કારિગર આશિષ કંસારાએ 'વિશ્વ યોગ દિવસ'નો લોગો દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે.
કચ્છના રોગાન કારિગર (rogan art) આશિષ કંસારાએ આ 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે 25 દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી છે, જેની સાઈઝ 15 x18 છે. આ કલાકૃતિની વિશેષતા એ છે કે, આ રોગાન કળા (rogan art) મારફતે કરવામાં આવી હોવાથી આ ડિઝાઇન 200 વર્ષ સુધી ટકી રહે છે. આ કલાકૃતિમાં કપડું ફાટી શકે છે પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ છે તે ક્યારેય બગડતી નથી. ઉપરાંત, ખાસ કરીને આ કળામાં ઉપયોગમાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે. રોગાન કારિગર આશિષ કંસારાના (Ashish Kansara) જણાવ્યા પ્રમાણે, કૃતિ તૈયાર કરવાનો ઉદેશ્ય યોગનો મેસેજ વિશ્વ કક્ષાએ પહોંચે તે હેતું છે.
400 વર્ષ જૂની રોગાન કળા થકી 20-25 દિવસમાં કલાકૃતિ તૈયાર કરાઈ
રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા (Ashish Kansara) છેલ્લા 6 વર્ષથી આ રોગાન કળા સાથે સંકળાયેલા છે. આમ તો રોગાન કળા (rogan art) ખૂબ અઘરી કળા માનવામાં આવે છે અને મોટેભાગનાં રોગાન કળાનાં કારિગરો 'ટ્રી ઓફ લાઇફ' જેવી કૃતિઓ જ બનાવતા હોય છે. પરંતુ, આશિષભાઈએ રોગાન કળામાં અગાઉ ચંદ્રયાન 3 (Chandrayaan 3), રામ દરબાર (Ram Durbar), ભારતમાતા, રામ મંદિર જેવી કૃતિઓ બનાવી છે. હાલમાં ટવિશ્વ યોગ દિવસ'ના (World Yoga Day) લોગોની કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. જોવામાં આકર્ષક લાગતી રોગાન કળા ખૂબ મેહનત માગે છે. રોગાન કળામાં ખૂબ બારિક કારીગરીની જરૂર પડે છે. કચ્છના (Kutch) કારીગરો 400 વર્ષ જૂની આ રોગાન કળાને ફરી ઉજાગર કરવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે.
આ પણ વાંચો - International Yoga Day : સાયન્સ સિટીમાં ભવ્ય ઉજવણી, 400-500 લોકો લેશે ભાગ
આ પણ વાંચો - VADODARA : સ્વયં અને સમાજ માટેની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી
આ પણ વાંચો - Tourists Stuck in Sikkim : તમામ પ્રવાસીઓનું સફળ રેસક્યૂ, ગુજરાત પરત આવતા પરિવારમાં ખુશી