Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kshatriya Asmita Sammelan : ક્ષત્રિયોએ ગેનીબેનનું મામેરું કર્યું, કહ્યું- મારા શિરે જાગીરદાર સમાજે...

બનાસકાંઠાના (Banaskantha) ડીસામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને બનાસકાંઠા લોકસભા બેઠખ પરથી કોંગ્રેસ ઉમેદવાર...
08:05 PM Apr 30, 2024 IST | Vipul Sen

બનાસકાંઠાના (Banaskantha) ડીસામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને બનાસકાંઠા લોકસભા બેઠખ પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરને સમર્થન આપી મામેરું ભર્યું હતું.

બનાસકાંઠાના ડીસામાં (Deesa) વંદના પાર્ટી પ્લોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું (Kshatriya Asmita Sammelan) આયોજન કરાયું હતું, જેમાં ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) આગેવાનો અને લોકો મોટી સંખ્યાના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. દરમિયાન, ક્ષત્રિય આગેવાનોએ ગેનીબેન ઠાકોરને સમર્થન આપવા આવાહન કર્યું હતું. ડીસામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકોએ ચુંદડી, શાલ અને શ્રીફળ આપીને ગેનીબેન ઠાકોરનું મામેરું ભર્યું હતું.

ક્ષત્રિય સમાજે આજે મારું મામેરું ભર્યું છે : ગેનીબેન

દરમિયાન, ગેનીબેને (Geniben Thakor) કહ્યું કે, ક્ષત્રિય સમાજ તમામ સમાજને સાથે લઇને ચાલે છે. તમામ સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે. તેમણે આગળ કહ્યું કે, સમાજે જે કરી બતાવ્યું છે તે ઈતિહાસમાં લખાશે. તમે બધા મારા ભાઇઓ છો. 7 મી તારીખે મતદાન છે અને 4 તારીખે પરિણામ આવશે. એક બાજું સી.આર.પાટીલનું નેતૃત્વ અને બીજી બાજુ આપણું ગૌરવ શક્તિસિંહ બાપુનું નેતૃત્વ છે. ગુજરાતમાં 1 બેઠક આવશે તો પણ શક્તિસિંહ દિલ્હીમાં માથું ઊંચકીને કહેશે કે હું એક બેઠક બનાસકાંઠાની (Banaskantha) લાવ્યો છું. ગેનીબેને આગળ કહ્યું કે, ક્ષત્રિય સમાજે આજે મારું મામેરું ભર્યું છે. તમારી ચૂંદડીને હું આંચ નહીં આવવા દઉં તેવી ખાતરી આપું છું. આજે મારા શીર પર જાગીરદાર સમાજે મોટી જવાબદારી નાખી છે. ક્ષત્રિય સમાજની એકતાને નજર ના લાગે તેવી માતાજીને પ્રાર્થના કરું છું.

બીજા માટે જીવ ન્યોછાવર કરે છે તે ક્ષત્રિય છે : શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું કે, અહીં રાજકીય બેઠક નહીં પણ પરિવારના મિલનનો સમારોહ છે. બધા જ મારા માટે એક સમાન છે. હું એમની વચ્ચે છું જેમણે અસ્મિતાની લડાઇમાં ક્યારેય પીછેહટ કરી નથી. સ્વાર્થ માટે સંઘર્ષ બધા કરે પણ જે બીજા માટે જીવ ન્યોછાવર કરે છે તે ક્ષત્રિય છે. ક્ષત્રિય કયારેય કોમવાદી હોતા નથી. અસ્મિતાને કોઇ ઠેસ પહોંચાડે તેનાથી વધારે ખરાબ કંઇ ના હોઇ શકે. આટલું કહ્યા પછી તે અટક્યા નથી. અનેક સમાજના વ્યક્તિ રાજા મહારાજા હતા કોઇએ અંગ્રેજો સાથે સમાધાન કર્યું નહોતું. રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે કર્યો નહોતો. શક્તિસિંહ ગોહિલે આગળ કહ્યું કે, મારી પાર્ટીને નુકસાન થાય છે એટલે માફી માગુ તેમ કહે છે. શું આ માફી કહેવાય..? સમાજે કહ્યું કે, આ માણસની ટિકિટ કાપે અને કોઇને પણ આપે શું આ ખોટી માંગણી હતી ?

આ પણ વાંચો - Rajkot : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં લેઉવા-કડવા પાટીદાર એક મંચ પર, આ તારીખે યોજાશે સ્નેહમિલન સમારોહ

આ પણ વાંચો - Kshatriya Community Protest: પીએમ મોદીની સભાથી દૂર રહેવા, ક્ષત્રિયોને સલાહ

આ પણ વાંચો - Kshatriya Samaj : પદ્મીનીબા વાળાના મોટા એલાનથી ખળભળાટ

Tags :
BanaskanthaBJPCongressCR PatilDeesaGeniben ThakorGujarat FirstGujarat PoliticsGujarati NewsKshatriya Asmita SammelanKSHATRIYA SAMAJParshottam Rupala controversyRAJKOTShaktisinh Gohil
Next Article