Banaskantha : પાલનપુરનાં જગાણા નજીક ભેખડ ધસી પડતા 1 શ્રમિકનું મોત, 1 ગંભીર
- પાલનપુરનાં જગાણા નજીક ભેખડ ધસી પડતા એકનું મોત, 1 ગંભીર (Banaskantha)
- ગેસની પાઇપ લાઇનની કામગીરી દરમિયાન બની ઘટના
- બંને શ્રમિકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનાં પાલનપુરમાં મોટી દુર્ઘટના ઘટી છે. જગાણા નજીક ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગેસની પાઇપલાઇનની કામગીરી દરમિયાન આ ગોઝારી ઘટના બની હોવાનું હાલ સામે આવ્યું છે. આ મામલે, સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ વેગવંતી થઈ, રાજ્ય ચૂંટણી પંચે કર્યો આદેશ!
ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત, 1 ગંભીર
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) પાલનપુર પાસે (Palanpur) જગાણા નજીક ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક શ્રમિકની હાલત ગંભીર છે. આ ગોઝારી દુર્ઘટનાને પગલે તાત્કાલિક બંને શ્રમિકોને 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં (Palanpur Civil Hospita) ખસેડાયા હતા. જ્યારે, એક શ્રમિકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય શ્રમિકની હાલત ગંભીર હોવાથી તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો - Surat : 'ઉતરાયણ' ને વાર છે પણ અત્યારથી સાવચેત રહેજો! પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, હાલત ગંભીર!
ગેસની પાઇપ લાઇનની કામગીરી સમયે બની દુર્ઘટના
પ્રાથમિક અહેવાલ અનુસાર, ગેસની પાઇપ લાઇનની કામગીરી સમયે આ ગોઝારી ઘટના બની હતી. બંને શ્રમિકોની ઓળખ સંજુ અને પાર્થ દત્તા તરીકે થઈ છે. બંને શ્રમિક પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Anand : બહુચર્ચિત દીપુ પ્રજાપતિ દુષ્કર્મ કેસમાં 4 આરોપીની સાપુતારાથી ધરપકડ