Deesa: નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ, MLA પ્રવિણ માળીએ લખ્યો પત્ર
Deesa: નમાઝને લઈને વિવાદ ઘણી વાર સામે આવતો હોય છે. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના ડીસામાં નમાઝ (Namaz)ને લઈને વિવાદ સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે ડીસાના એક ગાર્ડનમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડનમાં એક મહિલા નમાઝ કરતી હોવાની વીડિયો અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, નાનાજી દેશમુખ નામના ગાર્ડનમાં એક મહિલા નમાઝ પઢી રહી છે. જેને લઈને અત્યારે વિવાદ સર્જાયો છે.
જાહેર Gardenમાં નમાજ!
Banaskantha ના Deesa મા નાનાજી દેશમુખ Gardenમા Namaz પઢતો વીડિયો થયો વાઇરલ, જાહેર સ્થળ પર Namaz પઢવાનો વીડિયો વાઇરલ થતા મચી ચકચાર, નાનાજી દેશમુખ Gardenમાં નમાજ પઢતો વીડિયો વાઇરલ થતા સ્થાનિક MLA Pravin mali એ સ્થાનિક પાલિકાને જાહેરમાં નમાજ પઢવા પર પ્રતિબંધ… pic.twitter.com/ZwBvxkOmLv
— Gujarat First (@GujaratFirst) July 16, 2024
સ્થાનિક તંત્રને પત્ર લખીને આ મામલે પગલા લેવાની માગ
નોંધનીય છે કે, જાહેરમાં નમાઝ પઢવાના વીડિયોથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી (MLA Pravin Mali)એ આ મામલે એખ પત્ર લખ્યો છે. પત્રની વાત કરવામાં આવે તો ધારાસભ્ય પ્રવિણ માળી (MLA Pravin Mali)એ સ્થાનિક તંત્રને પત્ર લખીને આ મામલે પગલા લેવાની માગ કરી છે. આ સાથે સાથે જાહેરમાં નમાઝ પર રોક લગાવવાની પણ માગ કરવામાં આવી છે.
ગાર્ડનમા નમાઝ પઢતો વીડિયો વાઇરલ થતા ફરી વિવાદ સર્જાયો
મહત્વની વાત તો એ છે કે, થોડા સમય પહેલા આ ગાર્ડન બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે ફરી ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડનમા નમાઝ પઢતો વીડિયો વાઇરલ થતા ફરી વિવાદ સર્જાયો છે. જેને લઈને ધારાસભ્યની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, જાહેર સ્થળ પર નમાઝ પઢવાનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે. આ સાથે નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાઝ પઢતો વીડિયો વાઇરલ થતા સ્થાનિક ધારાસભ્યે પ્રવિણ માલીએ સ્થાનિક પાલિકાને જાહેરમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ લગાવવા પણ લખ્યો પણ લખ્યો છે.