ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત પરથી પસાર થયુ બિપોરજોય વાવાઝોડુ, હવે આ રાજ્યનો વારો

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડ ફોલ કરી ચુક્યું છે..મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ કચ્છમાં જખૌથી ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને આખી રાત વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. તેમજ કચ્છ, ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાત બાદ આજે રાજસ્થાનમાં...
08:44 AM Jun 16, 2023 IST | Dhruv Parmar

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડ ફોલ કરી ચુક્યું છે..મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ કચ્છમાં જખૌથી ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને આખી રાત વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. તેમજ કચ્છ, ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે.

ગુજરાત બાદ આજે રાજસ્થાનમાં બિપોરજોય વાવાઝોડું ટકરાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજ સાંજ સુધીમાં રાજસ્થાનમાં પ્રવેશી વાવાઝોડું આલમસર, બૂટ, બાડમેર, સિંદરી, પટોડી, જોધપુર થઈને આગળ વધશે તેવી શક્યતા છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર પંજાબ રાજ્ય પર પણ થાય તેવી આશંકા છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

મહત્વનું છે કે, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. તથા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે. આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને અરવલ્લી પણ આજે વરસાદ પડી શકે છે.

કચ્છમાં છેલ્લા 2 કલાકમાં 78 મીમી આશરે 4 ઈંચ આસપાસ વરસાદ થયો છે અને હજુ પણ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. તો બીજી તરફ જામનગર, દ્વારકા તેમજ પોરબંદર સહિતના જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે વીજ પોલ ધરાશાયી થયા છે. જેના પગલે વીજળી ગૂલ થઈ છે અને અંધારપટ્ટ છવાઈ ગયો હતો.

આ સિવાય દ્વારકામાં 700 જેટલા વિજપોલ પડ્યા છે તેમજ અસંખ્ય વૃક્ષ ધારાશાયી થયા છે. ત્રણ લોકો ઇજા થઇ છે જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, દક્ષીણ રાજસ્થાન બાજુ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપોરજોય લેન્ડફોલ થયું ત્યારે કચ્છમાં 118 કિમી સુધીની હવાની ગતિ હતી. ત્યારે આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વધુ વરસાદ થશે.

આ પણ વાંચો : બિપોરજોયને કારણે ઠેર ઠેર વીજળીના થાંભલા ધરાશાયી, યુદ્ધના ધોરણે રિકવરની કામગીરી શરૂ

Tags :
Bhupendra PatelBiparjoyBiparjoy CycloneCMCycloneCycloneAlertDwarkaGandhidhamGomti GhatGujaratIndiaJakhauKandla PortKutchNarendra ModiNationalPMPorbandarRajasthanRAJKOTviral videoworld
Next Article