Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Vidhan Sabha : ગીરનો વધ્યો ક્રેઝ, પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ્ય બન્યું હોટ ફેવરિટ

Gujarat Vidhan Sabha : ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ની કામગીરીની શરૂઆત આજે પ્રશ્નોતરી કાળ (question period) સાથે થઇ હતી. જેમા વિપક્ષ દ્વારા સરકારને અલગ-અલગ મુદ્દે સવાલો કરવામાં આવ્યા હતા. આરોગ્ય, ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ, કાયદો, સંસદીય બાબતો, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ...
02:29 PM Feb 27, 2024 IST | Hardik Shah
Source : Google

Gujarat Vidhan Sabha : ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ની કામગીરીની શરૂઆત આજે પ્રશ્નોતરી કાળ (question period) સાથે થઇ હતી. જેમા વિપક્ષ દ્વારા સરકારને અલગ-અલગ મુદ્દે સવાલો કરવામાં આવ્યા હતા. આરોગ્ય, ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ, કાયદો, સંસદીય બાબતો, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વન અને પર્યાવરણ વિભાગ ઉપરાંત, ગૃહ, મહેસુલ, સામાન્ય વહિવટ, માર્ગ અને મકાન, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, વાહનવ્યવહાર સહિતના વિભાગના પ્રશ્નો પર ચર્ચા થઇ.

અમદાવાદ સિવિલમાં ટ્રોમા સેન્ટર પર લાંબી લાઈનો કેમ ?

વિધાનસભા ગૃહ (Assembly House) માં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) એ અમદાવાદ સિવિલમાં ટ્રોમા સેન્ટર (trauma center) પર લાંબી લાઈનો અને અહીં બેડની સંખ્યા વધારવા માટે માંગણી કરી હતી. આ સિવાય પોરબંદર મેડિકલ કોમેજ (Porbandar Medical College) નું અટકેલું કામ ચાલુ કરવા રજૂઆત કરી હતી. જેના જવાબમાં મત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) કહ્યું કે, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ની વાત સાચી છે. આ અંગે યોગ્ય વ્યવસ્થા જરૂર કરાશે. તેમણે કહ્યું કે, જ્યા બ્લેક સ્પોટ છે અને અકસ્માત થવાની સંભાવના છે ત્યા અમે 25 જેટલા ટ્રોમા સેન્ટર (trauma center) બનાવવાનુ આયોજન કરી રહ્યા છીએ.

ગીરનો વધ્યો ક્રેઝ

વિપક્ષ દ્વારા જ્યારે ગીર અભ્યારણ્ય વિશે સવાલો કરવામા આવ્યા તો તેના જવાબમાં સરકારે જણાવ્યું કે, ગીર અભ્યારણ્યમાં 1 વર્ષમાં 1.93 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં 1,86,918 ભારતીય અને 6,497 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જેનાથી રાજ્ય સરકારને રૂ. 4,92,00,350ની આવક થઇ છે. તેમણે ઉમેર્યું કે, આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.

ગુજરાતમાં એક પણ જિલ્લો મેડિકલ કોલેજ વગરનો નહીં રહે

ગુજરાત વિધાનસભા ગૃહમાં જ્યારે મેડિકલ કોલેજ અંગે સવાલ થયો ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપતા કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 5 GMERS મેડિકલ કોલેજનો ઉમેરો કરાયો છે. તેમણે આગળ કહ્યું કે, PM મોદીએ કહ્યું છે તમામ જિલ્લા દીઠ મેડિકલ કોલેજ બનવી જોઇએ. તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં બહુ ઝડપી આ દિશામાં કામગીરી કરવામાં આવશે.

સાબરમતી નદી દેશની બીજા નંબરની સોથી પ્રદૂષિત નદી

ગુજરાત વિધાનસભામાં શહેર કોટડાના ધારાસભ્ય શૈલેષ પરમારે સાબરમતીમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ નોટીસ આપે અને પછી સેટીંગ કરે છે'. તેમણે કહ્યું કે, 'સાબરમતી નદી દેશની બીજા નંબરની સોથી પ્રદૂષિત નદી' છે. જેનું કારણે પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવે તે છે. ત્યારે કેટલા ઉદ્યોગો સામે કાર્યવાહી સરકારે કરી ? જેના જવાબમાં મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં તમે ઉગાડેલા ગાંડા બાવળનું નદીમાં રાજ હતું. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી નદીમાં પાણી લાવ્યા અને રિવરફ્રન્ટ બનાવ્યો જે બાદ ગુજરાતમાં 7 નદીઓમાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે. આગળ કહેવામાં આવ્યું કે, સરકાર ગંદા પાણીને લઈ ચિંતિત છે અને કોઈ પણ ઉદ્યોગોને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો - Devgadh Baria : ઘરફોડ ચોરી, બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPbudget 2024budget 2024 newsBudget 2024-25BUDGET SESSION 2024Budget Session NewsCongressCongress MLAGandhinagarGandhinagar NewsGovt BudgetGujaratGujarat Assembly Budget SessionGujarat Budget Session 2024Gujarat Education RecruitmentGujarat FirstGujarat Government BudgetGujarat Govt BudgetGujarat NewsGujarat Vidhan SabhaGujarat vidhansabhaGujarat-AssemblyGujarati NewsImportant meetingIndia Budget Gujarat Budgetissue of different departmentsLocal News Budget Sessionpolitical newsVidhansabha
Next Article