કોંગ્રેસના MLA અંબા પ્રસાદની મુશ્કેલીઓ વધી, ED એ 17 જગ્યાએ પાડી રેડ
MLA Amba Prasad: ઝારખંડમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના મુશ્કેલીઓ વધી ગઈ છે. ઝારખંડમાં ચૂંટણી પહેલા ઇડીએ ફરી એકવાર દસ્તક આપી છે. આ વખતે કોંગ્રેસના બરકાગાંવના ધારાસભ્ય અંબા પ્રસાદના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, EDની ટીમે રાંચી, હજારીબાગ અને રામગઢ સ્થિત અંબા પ્રસાદના 17 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે.
કાર્યવાહીથી કોંગ્રેસના ધારાસભ્યની મુશ્કેલી વધી શકે
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના ધારાસભ્ય અંબા પ્રસાદના સત્તાવાર નિવાસસ્થાન પર પણ સર્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી કોંગ્રેસના ધારાસભ્યની મુશ્કેલી વધી શકે છે. EDના અધિકારીઓએ તેમના ઘરે તેમના મોબાઈલ અને લેપટોપ સહિત ઘણા દસ્તાવેજોની તપાસ કરી છે. ધારાસભ્ય અંબા પ્રસાદ જે વાહનમાં મુસાફરી કરતા હતા તે વાહનની પણ તપાસ કરવામાં આવી રહી છે.
#WATCH | Enforcement Directorate is carrying out searches at premises linked to Jharkhand Congress MLA Amba Prasad. Searches are ongoing at her Ranchi residence and other locations.
Searches are also being carried out in Hazaribagh. pic.twitter.com/CfoxkBRHV5
— ANI (@ANI) March 12, 2024
અંબા પ્રસાદ પૂર્વ મંત્રી યોગેન્દ્ર સાહુની દીકરી
ઉલ્લેખનીય છે કે, બડકાગાંવના ધારાસભ્ય અંબા પ્રસાદ પૂર્વ મંત્રી યોગેન્દ્ર સાહુની દીકરી છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો ધારાસભ્ય અને તેમના સહયોગીઓ સામે ટ્રાન્સફર-પોસ્ટિંગ, જમીન કૌભાંડ, રેતી ખનન અને અન્ય બાબતો અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ સમયે, રાંચીના બિરસા ચોકમાં હજારીબાગ સદર સીઓ શશિભૂષણ સિંહના ઘરે પણ EDના દરોડા પાડવામાં આવ્યા છે.
યશવંત સિંહા પાસેથી સમર્થનની અપેક્ષા
સુત્રો દ્વારા વિગતો પ્રમાણે EDની આ કાર્યવાહીને મની લોન્ડરિંગ સાથે પણ જોડવામાં આવી રહી છે. ચર્ચા છે કે થોડા દિવસો પહેલા અંબા પ્રસાદ હજારીબાગથી કેન્દ્રીય રાજકારણમાં મજબૂત પ્રભાવ ધરાવતા નેતા યશવંત સિન્હાને મળ્યા હતા અને એવી પણ માહિતી છે કે તેઓ આ વખતે હજારીબાગથી લોકસભા ચૂંટણીમાં નસીબ અજમાવવા માંગે છે. . આ કારણે તે યશવંત સિંહા પાસેથી સમર્થનની અપેક્ષા રાખી રહી છે.