Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ED Raid : ED એ લાલુ યાદવના નજીકના સુભાષ યાદવની ધરપકડ કરી, 2.5 કરોડની રોકડ મળી...

RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના નજીકના સુભાષ યાદવની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ મોડી રાત્રે થઈ હતી. માહિતી અનુસાર, ED એ સુભાષ યાદવના પરિસરમાંથી લગભગ 2.5 કરોડ રૂપિયા રોકડા અને ઘણા...
ed raid   ed એ લાલુ યાદવના નજીકના સુભાષ યાદવની ધરપકડ કરી  2 5 કરોડની રોકડ મળી
Advertisement

RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના નજીકના સુભાષ યાદવની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ મોડી રાત્રે થઈ હતી. માહિતી અનુસાર, ED એ સુભાષ યાદવના પરિસરમાંથી લગભગ 2.5 કરોડ રૂપિયા રોકડા અને ઘણા દસ્તાવેજો રિકવર કર્યા છે. તપાસ એજન્સીએ શનિવારે તેના અડધા ડઝનથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, સુભાષ યાદવની મોડી રાત્રે પટના સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ સોમવારે તેને પટનાની બેઉર જેલમાં શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, ED એ આ કાર્યવાહી માઈનિંગ કેસને લઈને કરી હતી.

સુભાષ યાદવ લાલુ યાદવ પરિવારની નજીક છે

સુભાષ યાદવને લાલુ પરિવારના નજીકના માનવામાં આવે છે. લાલુ યાદવના સંબંધીઓને ફ્લેટ અને જમીન અપાવવામાં સુભાષ યાદવનો હાથ હોવાનો પણ આરોપ છે. સુભાષ યાદવ પણ RJD ની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. 2019 માં, તેમને ઝારખંડના ચતરાથી ટિકિટ આપવામાં આવી હતી, જો કે, તેઓ હારી ગયા. મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા નોંધાયેલી કેટલીક FIR ની તપાસ દરમિયાન ED સુભાષ યાદવ સુધી પહોંચી હતી. ED ની કાર્યવાહી પહેલા આવકવેરા વિભાગની ટીમે સુભાષ યાદવના ઘરે પણ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ 2018માં દરોડા પાડ્યા હતા.

Advertisement

Advertisement

કાળા નાણાનું વોશિંગ મશીન - સુશીલ મોદી

બીજી તરફ સુભાષ યાદવની ધરપકડ બાદ બીજેપી નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર મેડીએ લાલુ યાદવ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, સુભાષ યાદવ જેવા એક ડઝન લોકો લાલુ પ્રસાદ યાદવ માટે કાળા નાણાની વોશિંગ મશીન છે. તેમણે કહ્યું, રેત માફિયા સુભાષ યાદવ, અરુણ યાદવ, ભોલા યાદવ, અબુ દોજાના જેવા લોકો લાલુ-રાબડી પરિવાર માટે વોશિંગ મશીનનું કામ કરે છે. જ્યારે પણ કેન્દ્રીય એજન્સીઓ લાલુ પરિવારના કોઈપણ વોશિંગ મશીન પર હાથ મૂકે છે, ત્યારે કરોડોનું કાળું નાણું બહાર આવે છે.

આ પણ વાંચો : UN માં ભારતે સંભળાવી ખરી-ખોટી, કહ્યું- એક દાયકાથી વધુ સમય વીતી ગયો પરંતુ…

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીની આઝમગઢને ભેટ, અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું…

આ પણ વાંચો : Brijendra Singh : હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, હિસારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટી છોડી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

RG Kar Case: નિર્ણયથી સંતુષ્ટ નહી, સજાના એલાન પર મમતા બેનર્જીનું નિવેદન

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump Oath Ceremony : ડોનાલ્ડ ટ્રમ્પની આજે વ્હાઇટ હાઉસમાં વાપસી, થોડા કલાકો બાદ શરૂ થશે શપથ ગ્રહણ સમારોહ

featured-img
અમદાવાદ

જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને કોર્ટે ફટકારી આકરી સજા!

featured-img
Top News

સર્બિયામાં ભયાનક અકસ્માત, વૃદ્ધાશ્રમમાં આગ લાગવાથી 8 લોકોના મોત, અનેક લોકો દાઝ્યા

featured-img
રાષ્ટ્રીય

Atul Subhash Suicide:દાદી કે માતા… કોની સાથે રહેશે અતુલ સુભાષનો પુત્ર? સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump Oath Ceremony : શપથ પહેલા ટ્રમ્પની વધી ચિંતા? સમર્થકોને ઘરે જ રહેવાની કરી અપીલ

Trending News

.

×