Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT VIDHANSABHA : નવજાત બાળકોના મોતને લઈને સરકારે ચિંતાજનક આંકડો રજૂ કર્યો

GUJARAT VIDHANSABHA :ગુજરાત વિધાનસભા ગૃહમાં (GUJARAT VIDHANSABHA) આજે નવજાત શિશુના (newborn babies) મૃત્યુને લઈને સરકારે ચિંતાજનક આંકડો રજૂ કર્યો છે જેમાં રાજ્યના બે જિલ્લાના આંકડાના કારણે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષમાં 1060 નવજાત બાળકના...
gujarat vidhansabha   નવજાત બાળકોના મોતને લઈને સરકારે ચિંતાજનક આંકડો રજૂ કર્યો

GUJARAT VIDHANSABHA :ગુજરાત વિધાનસભા ગૃહમાં (GUJARAT VIDHANSABHA) આજે નવજાત શિશુના (newborn babies) મૃત્યુને લઈને સરકારે ચિંતાજનક આંકડો રજૂ કર્યો છે જેમાં રાજ્યના બે જિલ્લાના આંકડાના કારણે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષમાં 1060 નવજાત બાળકના મોત થયા છે જ્યારે અમદાવાદ જિલ્લામાં  1449 નવજાત બાળકોના મોત થયા છે.

Advertisement

કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર (Ganiben Thakor)દ્વારા ગૃહમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો, કે નવજાત બાળકોની મૃત્યુની રાજ્યના બે જિલ્લાઓમાં શું સ્થિતિ છે. જેના જવાબમાં સરકારે માહિતી આપી કે, બનાસકાંઠા જિલ્લામાં 2 વર્ષમાં 1060 નવજાત બાળકના મોત થયા છે જ્યારે અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં  1449 નવજાતના મોત થયા હોવાની વિગતો સામે આવી છે.

આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, નવજાત બાળકોના મોતની સંખ્યાનો આંકડો ચિંતાજનક છે. આરોગ્ય કર્મચારીઓની ઘટ છે એ જલ્દી પૂરવામાં આવવી જોઇએ. માતાઓને અપાતો પૌષ્ટિક આહાર માત્ર કાગળ પર છે.જ્યારે સરકારે આપેલા જવાબમાં જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં 1449  નવજાત બાળકોના મોત થયા છે. તેમજ પાલનપુર જિલ્લામાં સૌથી વધુ 133 નવજાત બાળકોના મોત થયા છે. જ્યારે 2 વર્ષમાં દસ્ક્રોઈ તાલુકામાં 115 નવજાત બાળકોના મૃત્યુ થયા છે. આ મુદ્દે સરકાર દ્વારા પણ તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

Advertisement

આ  પણ  વાંચો  - Tharad : વિવાદ અંજનશલાકાનો, કયા મહારાજ સાહેબને આતંકવાદી કહ્યા ?

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.